Shani Gochar 2024: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ ગ્રહ દર અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. વર્ષ 2023 માં શનિએ રાશિ પરિવર્તન કરી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. વર્ષ 2024 માં શનિ કુંભ રાશિમાં જ ગોચર કરશે. જોકે પોતાની મૂળ રાશિ કુંભમાં ભ્રમણ કરતા શનિ ચાંદીના પાયે આગળ વધશે. જ્યોતિષ અનુસાર શનિ ચાંદીના પાયે ચાલે તો તે શુભ ગણાય છે. ચાંદીના પાયે શનિ ચાલશે તેની અસર રાશિ ચક્રની દરેક રાશિને થશે. ખાસ કરીને ત્રણ રાશિ એવી છે જેના માટે શનિના ચાંદીના પાયાનો આ તબક્કો ફળદાયી રહેશે. આ રાશિના લોકોને નોકરી અને વેપારમાં મોટી સફળતા મળી શકે છે સાથે જ આ રાશિના લોકો અપાર ધન સંપત્તિ પણ પ્રાપ્ત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિ આ ત્રણ રાશિને કરાવશે લાભ


આ પણ વાંચો: Guruvar Ke Upay: ધંધામાં હોય મંદી તો ગુરુવારે કરો આ અચૂક ઉપાય, રોકેટ ગતિથી વધશે નફો


કર્ક રાશિ


ચાંદીના પાયે શનિનું આગળ વધવું કર્ક રાશિના લોકો માટે શુભ સાબિત થઈ. આ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે સાથે જ સમાજમાં પ્રતિષ્ઠા પણ વધશે. આ રાશિના લોકોની આવકમાં વધારો થશે અને આકસ્મિક ધન લાભ થશે. વેપારીઓને કોઈ મોટો ઓર્ડર મળી શકે છે તેઓ ખૂબ નફો કમાશે. આ રાશિના લોકોને આર્થિક સ્થિતિ સુધરશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.


આ પણ વાંચો: Angry Zodiac: ક્રોધી સ્વભાવના હોય છે આ 5 રાશિઓના લોકો, મગજ જાય ત્યારે સામે આવે ગયા..


તુલા રાશિ


શનિનું ચાંદીના પાયે ચાલવું તુલા રાશિના લોકો માટે પણ લાભકારી રહેશે. આ રાશિના લોકોને નવી નોકરી મળી શકે છે તેઓ નવું ઘર કે અન્ય સંપત્તિ ખરીદી શકે છે. અવિવાહિક લોકોના લગ્ન થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. જીવનસાથી ખૂબ પ્રેમ અને સન્માન આપશે. આર્થિક સ્થિતિ સુધરશે.


આ પણ વાંચો: Pukharaj: ધન લાભની સાથે બીમારીઓથી મુક્તિ અપાવે છે પોખરાજ, જાણો પહેરવાથી થતા લાભ વિશે


મીન રાશિ


વર્ષ 2024 માં શનિ ચાંદીના પાયે ચાલશે જેના કારણે મીન રાશિના લોકોને લાભ થશે. આ રાશિના જાતકોને પ્રમોશન મળી શકે છે. વર્ષ 2024માં પગારમાં મોટો વધારો આવશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને ઊંચા પગારની નોકરી મળશે. વેપારમાં પણ નફો થવા લાગશે. આ વર્ષ દરમિયાન તમે બચત પણ કરી શકશો રોકાણથી પણ લાભ થશે. વિદેશ યાત્રાનું સપનું પણ પૂરું થઈ શકે છે.


આ પણ વાંચો: વર્ષ 2024 માં આ 4 રાશિઓ સફળતાના શિખર સર કરશે, ગુરુ ગ્રહ નોકરીમાં કરાવશે પ્રમોશન


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)