Shanivar Upay: હિન્દુ ધર્મમાં શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત ગણવામાં આવે છે. આ દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે. જે પણ વ્યક્તિ ભક્તિ ભાવથી શનિવારે શનિદેવની પૂજા કરે છે તેના જીવન ઉપર શનિદેવની કૃપા રહે છે. શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિવારના દિવસે કેટલાક અચૂક ઉપાય પણ કરી શકાય છે. તેનાથી જીવનમાં ધન, સંપત્તિ અને સફળતા પ્રાપ્ત થાય છે.  જો કોઈ પર શનિની મહાદશા, પનોતી અથવા તો સાડાસાતી ચાલતી હોય તો આ ઉપાય કરવાથી શનિ સંબંધિત બધા જ દોષમાંથી મુક્તિ મળે છે. આજે તમને જણાવીએ શનિવારે કરવાના કેટલાક આવા ઉપાય વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


Surya Gochar 2023: બુધની રાશિમાં સૂર્ય કરશે પ્રવેશ, આ 4 રાશિને મળશે ધન અને સફળતા


આ પક્ષીઓ અચાનક ઘરની અગાસી પર આવી કરે કિલકિલાટ તો સમજી લેવું થવાનો છે લાભ


Shani Upay: આ 5 અચૂક ઉપાય અજમાવો શનિવારે, જીવનમાં આવેલી સમસ્યા થશે દુર


- શાસ્ત્રો અનુસાર શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે શનિવારના દિવસે શનિદેવના મંત્રોનો જાપ કરવો જોઈએ. તેનાથી સાડેસાતીનો પ્રભાવ ઓછો થાય છે. આ દિવસે શનિ મંદિરમાં જઈને શનિ ચાલીસાનો પાઠ કરવો અતિ શુભ ગણાય છે.


- શાસ્ત્રો અનુસાર શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારે કાળા તલ, છત્રી, અડદની દાળ, સરસવનું તેલ વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ. કહેવાય છે કે તેનાથી જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.


- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિદેવની પૂજા કરવી જોઈએ. પૂજામાં ધૂપ, દીવો, ફૂલ અને તેલ ચઢાવો. તેનાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થશે.


-  શનિવારે શનિબીજ મંત્રનો જાપ 108 વખત કરવો જોઈએ. તેનાથી શનિદોષ દુર થાય છે.
 
- શનિવારે હનુમાનજીની પૂજા કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે. કુંડળીમાંથી શનિ દોષ હોય તો તેને દુર કરવા હનુમાનજીની પૂજા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.
 
- શાસ્ત્રો અનુસાર શનિવારે શનિદેવની કથા વાંચવી વિશેષ ફળદાયી રહે છે. તેનાથી શનિદોષ ઓછો થાય છે.


 
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)