Shani Gochar 2025: મીન રાશિમાં ગોચર કરશે શનિ, શનિદેવના ક્રોધથી બચવું હોય તો ન કરતા આ ભૂલ
Shani Gochar 2025: શનિદેવ વર્ષ 2025 માં 29 માર્ચે કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં ગોચર કરશે. શનિના ગોચરથી શશ રાજયોગ બનશે. શનિના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિને શુભ ફળ મળશે તો કેટલીક રાશિને અશુભ પ્રભાવનો સામનો પણ કરવો પડશે.
Shani Gochar 2025: જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. શનિ સૌથી લાંબા સમય સુધી એક રાશિમાં બિરાજમાન રહે છે. તેનો પ્રભાવ પણ લાંબા સમય સુધી રહે છે. હાલ શનિ કુંભ રાશિમાં ગોચર કરે છે. પરંતુ વર્ષ 2025 માં શનિ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં ગોચર કરશે. જેના કારણે કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે. તો સાથે જ કેટલાક લોકો માટે ભારે સમય શરૂ થશે.
આ પણ વાંચો: આ સપ્તાહ મેષ રાશિના જાતકો માટે ઉત્તમ ફળ પ્રદાન કરનારું, વાંચો સાપ્તાહિક રાશિફળ
29 માર્ચ 2025 ના રોજ ગુરુની રાશી મીનમાં શનિ પ્રવેશ કરશે. મીન રાશિમાં શનિના પ્રવેશથી કેટલીક રાશી ને શુભ ફળ મળશે. સાથે જ કેટલીક રાશીના લોકોને વર્ષ 2025 માં સાવધાન રહેવાની જરૂર પડશે. આ સમય દરમિયાન આ રાશિના લોકોએ કેટલીક ભૂલ કરવાનું ટાળવું.
શનિ જ્યારે પહેલા, ચોથા, સાતમા કે દસમા ભાવમાં બિરાજમાન હોય ત્યારે શશ રાજયોગનું નિર્માણ કરે છે. આ સમયે લોકો પર શનિની કૃપા વરસે છે. તેનાથી લોકોના જીવનમાં ધન આવે છે અને માન વધે છે. પરંતુ જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કેટલીક ભૂલ કરવાનું પણ ટાળવું. આ ભૂલ કરવાથી શનિના અશુભ પ્રભાવ સહન કરવા પડશે.
આ પણ વાંચો:Vastu Tips: ઘરના ઝઘડા અને કલેશ દૂર કરવા હોય તો અપનાવો આ વાસ્તુ ઉપાય
શનિની સાડસાતી
હાલ શનિની સાડાસાતી મીન, કુંભ અને મકર રાશિ પર ચાલી રહી છે. સાથે જ શનિની પનોતી વૃષ્ટિ તને કર્ક રાશિ પર ચાલી રહી છે. તેના કારણે ઘરમાં કદાચ થઈ શકે છે. ચિંતા નું વાતાવરણ રહી શકે છે. આ સમય દરમિયાન સારા કામ શરૂ કરવાનું ટાળવું.
આ પણ વાંચો:શનિ માર્ગી થશે અને તુલા સહિત 5 રાશિના લોકોની લાગશે લોટરી, 2 મહિના સુધી થશે બમ્પર લાભ
ન કરો આ ભૂલ
શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. શનિદેવ જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તો કોઈપણ ખોટું કામ કરવાનું ટાળવું. લોભ, લાલચ કરવા નહીં. ગરીબ વ્યક્તિને પરેશાન ન કરવા. કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ રાખવો નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)