જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગોચર અને સૂર્ય ગ્રહણ બંને ઘટનાઓ ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવી છે. હાલ શનિ પોતાની સ્વરાશિ કુંભમાં ગોચર કરે છે. વર્ષ 2024માં શનિનું કોઈ અન્ય રાશિમાં ગોચર નથી. આગામી વર્ષ એટલે કે 2025માં શનિ દેવગુરુ બૃહસ્પતિની મીન રાશિમાં પ્રવેશ કરશે. આગામી વર્ષે શનિ અને સૂર્ય એક સાથે મોટી હલચલ કરીને તમામ 12 રાશિઓને પ્રભાવિત કરશે. 2025માં શનિ ગોચરના દિવસે જ સૂર્યગ્રહણ હશે. જાણો શનિ ગોચરના દિવસે સૂર્યગ્રહણ થવાથી કઈ કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યગ્રહણ અને શનિગોચર એક જ દિવસે
29 માર્ચ 2025ના રોજ રાતે 11.01 વાગે શનિનું રાશિ પરિવર્તન થશે. શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિ મીન રાશિમાં અઢી વર્ષ રહેશે. આ દિવસે જ સૂર્યગ્રહણ પણ થશે. જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. 


2027માં થશે શનિગોચર: 2025માં મીન રાશિમાં ગોચર  કર્યા બાદ શનિ 3 જૂન 2027ના રોજ ગુરુવારે સવારે 6.23 વાગે મેષ રાશિમાં ગોચર કરશે. 


ભાગ્યશાળી રાશિઓ...


સિંહ રાશિ
સૂર્યગ્રહણના દિવસે શનિ ગોચર એ સિંહ રાશિવાળાને ખુબ અનુકૂળ સાબિત થશે. સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. આ રાશિના જાતકોને પરેશાનીઓથી છૂટકારો મળશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. શનિ પ્રભાવથી તમારા જીવનના દરેક મોરચે સફળતા મળશે. કાર્યસ્થળે મોટી જવાબદારી મળી શકે છે. વેપારમાં લાભ થશે. આવકમાં વધારો થઈ શકે છે. 


તુલા રાશિ
શનિ ગોચર મીન રાશિવાળા માટે ફાયદાકારક સાબિત થશે. શનિદેવની કૃપાથી તમને જીવનમાં ખુશીઓ મળશે. તમને આર્થિક પરેશાનીઓથી છૂટકારો મળશે. માર્ચ 2025 બાદ તમને આકરી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. તમારા વ્યક્તિત્વનો નીખાર આવશે. વેપારીઓ માટે આ સમયગાળો ખુબ લાભકારી રહી શકે છે. 


મીન રાશિ
મીન રાશિવાળા માટે શનિનું રાશિ પરિવર્તન સુખ અને સમૃદ્ધિ લઈને આવશે. આ સમયગાળામાં તમને ભૌતિક સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. તમારા અટકેલા કામ પૂરા થઈ શકે છે. નોકરી કરનારાઓ માટે આ સમય કોઈ વરદાનથી કમ નથી. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. ધન ભેગુ કરવામાં સફળ રહેશો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)