Shani Gochar: 27 ડિસેમ્બરે શનિ બદલશે પોતાની ચાલ, 3 રાશિને થશે બંપર લાભ, અણધાર્યો ધન લાભ અને પ્રમોશન મળવાના યોગ
Shani Nakshatra Parivartan: વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષ 2025 શરુ થશે તે પહેલા શનિ પોતાનું નક્ષત્ર બદલશે. 27 ડિસેમ્બરે શનિ ગ્રહ ગુરુના નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિનું આ ગોચર મહત્વપૂર્ણ છે. જેના કારણે 3 રાશિના લોકોને વ્યાપક અસર થશે. તો ચાલો જાણીએ શનિના ગોચર વિશે વિસ્તારપૂર્વક.
Shani Nakshatra Parivartan: શનિ ગ્રહ સૌથી ધીમી ગતિએ રાશિ બદલે છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિનું રાશિ પરિવર્તન જે રીતે મહત્વપૂર્ણ હોય છે તે રીતે શનિનું નક્ષત્ર પરિવર્તન પણ મહત્વનું હોય છે. શનિ જ્યારે નક્ષત્ર બદલે છે તો તેની અસર પણ દરેક રાશિ પર થાય છે. વર્ષ 2024 પૂરું થાય તે પહેલા શનિ પોતાનું નક્ષત્ર બદલશે. શનિનું નક્ષત્ર પરિવર્તન ત્રણ રાશિના લોકો માટે મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો: શનિ અને બુધ બનાવશે ત્રિએકાદશ યોગ, 3 રાશિવાળાને આકસ્મિક ધનલાભ થશે, પદ-પ્રતિષ્ઠા વધશે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવાર અને 27 ડિસેમ્બરે રાત્રે 10 કલાક અને 42 મિનિટે શનિ શતભિષા નક્ષત્રમાંથી નીકળી પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર 27 નક્ષત્રોમાંથી 25 મું નક્ષત્ર છે અને તેના સ્વામી દેવગુરુ ગૃહસ્પતિ છે. ગુરુના નક્ષત્ર પૂર્વા ભાદ્રપદમાં શનિનું ગોચર બધી જ રાશિઓ માટે અસરકારક સાબિત થશે.
આ પણ વાંચો: શુક્ર કરશે મંગળના નક્ષત્રમાં પ્રવેશ, 22 ડિસેમ્બરથી શરુ થશે 3 રાશિઓનો ગોલ્ડન પિરિયડ
પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં શનિનો પ્રવેશ ત્રણ રાશિના લોકોની બગડેલી કિસ્મત સુધારી દેશે. આ રાશિના લોકોને જીવનના દરેક ફિલ્ડમાં સફળતા મળી શકે છે. શનિના નક્ષત્ર પરિવર્તન દરમિયાન શનિદેવની પૂજા કરવાથી અને શનિવારે દાન પુણ્ય કરવાથી અધિક ફળ પ્રાપ્ત કરી શકાય છે. તો ચાલો તમને જણાવીએ આ ત્રણ લકી રાશિઓ કઈ છે.
શનિના નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિને લાભ
આ પણ વાંચો: Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
તુલા રાશિ
તુલા શુક્રની રાશી છે. જેમાં શનિ ગ્રહ ઉચ્ચ અને શક્તિશાળી થઈ જાય છે. જેથી તે સર્વશ્રેષ્ઠ ફળ આપે છે. શનિ આ રાશિના લોકોની ભૌતિક સુખ-સુવિધામાં વધારો કરશે. જીવનનું સ્તર સુધરશે અને માન સન્માન વધશે. આવકમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. કામકાજનો વિસ્તાર થશે. આર્થિક સ્ત્રોત વધશે. માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કાયદાકીય બાબતોમાં જીત પ્રાપ્ત થશે.
આ પણ વાંચો: તાંબાના લોટામાં આ સફેદ વસ્તુ ઉમેરી તુલસીમાં અર્પણ કરી દો, થઈ શકો છો માલામાલ
ધન રાશિ
ધન રાશિના લોકો માટે પણ આ સમય ઉન્નતીનો સાબિત થશે. શનિ કૃપાથી આત્મવિશ્વાસ વધશે અને કારકિર્દીમાં પ્રગતિ થશે. મહેનતનું ફળ મળશે. કાર્યક્ષેત્રમાં પ્રમોશન સાથે નવી જવાબદારી મળી શકે છે. આવકમાં વધારો થશે. ધન લાભના નવા સ્ત્રોત વિકસિત થશે. સંપત્તિ સંબંધિત નિર્ણય સમજવી વિચારીને લેવાથી લાભ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફાર આવશે. મન પ્રસન્ન રહેશે.
આ પણ વાંચો: બસ 2 દિવસ પછી આ 3 રાશિઓનું ભાગ્ય બદલી જાશે, શુક્ર ગુરુની નવપંચમ દ્રષ્ટિ માલામાલ કરશે
કુંભ રાશિ
શનિ હાલ કુંભ રાશિમાં જ ગોચર કરે છે જે તેની મૂળ ત્રિકોણ રાશિ છે. શનિના નક્ષત્ર પરિવર્તનથી આ રાશિના લોકોને કારકિર્દી અને વેપારમાં સફળતા મળવાના યોગ બનશે. ભાગીદારીના કામોમાં તેજી આવશે. કારકિર્દીમાં ઉન્નતિની તક પ્રાપ્ત થશે. નોકરીમાં આવક વધે તેવી સંભાવના. અચાનક ધન લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. ઘર પરિવારમાં ખુશહાલી અને શાંતિનું વાતાવરણ રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)