Shani Sade Sati 2025: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા, જાણો બચવાના ઉપાયો
Shani Sade Sati 2025: શનિદેવને સ્વભાવથી નિષ્ઠુર માનવામાં આવે છે. શનિદેવ 29 માર્ચ 2025 માં ગોચર કરશે. અઢી વર્ષ પછી શનિના ગોચરથી કેટલીક રાશિ સાડાસાતીથી મુક્ત થશે તો કેટલીક રાશિ પર સાડાસાતી અને ઢૈયા શરુ થશે.
Trending Photos
Shani Sade Sati 2025: જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી ધીમી ગતિએ ચાલનાર ગ્રહ માનવામાં આવે છે. શનિ અઢી વર્ષ એક રાશિમાં રહે છે. શનિની સરખામણીમાં અન્ય ગ્રહ ઝડપથી રાશિ બદલે છે. શનિદેવ વર્ષ 2025 માં 29 માર્ચે પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે તો કેટલીક રાશિના લોકોના જીવનમાં સમસ્યાઓ શરૂ થશે. કારણ કે વર્ષ 2025 માં કેટલીક રાશિઓ પર સાડાસાતી અને ઢૈયા શરૂ થશે અને કેટલીક રાશિના લોકોની પનોતી પૂરી થશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ હાલ કુંભ રાશિમાં છે. જેના કારણે કુંભ મકર અને મીન રાશિ પર સાડાસાતી ચાલી રહી છે. શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે મકર રાશિની સાડાસતી પૂરી થઈ જશે. સાથે જ તેમના જીવનની સમસ્યાઓ પણ પૂરી થશે. મકર રાશિના લોકોના જીવનમાં ખુશીઓનું આગમન થવા લાગશે.
આ રાશિઓ પર ભારે પડશે શનિ
શનિના ગોચરથી મકર રાશિના લોકોને સાડાસાતીથી મુક્તિ મળશે તેની સામે મેષ રાશિના લોકોના ખરાબ દિવસો શરૂ થશે. શનિની સાડાસાતી મકર રાશિમાંથી ઉતરી મેષ રાશિ પર આવશે. આ સાથે જ વૃશ્ચિક રાશિના લોકો પણ ઢૈયાથી મુક્ત થશે અને ધન રાશિના લોકો પર ઢૈયા શરૂ થશે. તેથી આ રાશિના લોકોએ સમસ્યાનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
આવતા વર્ષે શનિના ગોચરથી કર્ક રાશિના લોકો પરથી પણ શનિનો પ્રભાવ ઘટી જશે. પરંતુ સિંહ રાશિના લોકો શનિની ચપેટમાં આવશે. આ રીતે મેષ, ધન અને સિંહ રાશિ માટે વર્ષ 2025 સમસ્યાઓ સાથે આવી શકે છે. આ સમયમાં આર્થિક તંગી, અકસ્માત, બીમારી, નોકરી પર સંકટ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
સાડાસાતી અને ઢૈયાના ઉપાય
ધાર્મિક વિદ્વાનોનું કહેવું છે કે શનિની સાડાસાતી અને ઢૈયા ચાલતી હોય તો તેનો પ્રભાવ ખતમ નથી કરી શકાતો. પરંતુ કેટલાક વિશેષ ઉપાય કરીને તેની અસરને ઓછી કરી શકાય છે. જેમકે શનિવારે સવારે જલ્દી સ્નાન કરીને શનિ મંદિરમાં જઈને પૂજા કરવી. શનિવારે પીપળાના ઝાડમાં પાણી અર્પણ કરવું અને દીવો કરવો. શનિવારના દિવસે કાળા કૂતરાને અને કાગડાને રોટલી ખવડાવવી. શનિવાર અને મંગળવારે હનુમાન ચાલીસાનો જાપ કરવો. સાથે જ ગરીબોને ક્ષમતા અનુસાર દાન કરવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે