Shani Gochar 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્મફળદાતા શનિ ગ્રહ કોઈપણ રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી માટે વિરાજમાન રહે છે. આ પછી બીજી રાશિમાં પ્રવેશ કરી છે. સૂર્યથી છઠ્ઠો ગ્રહ અને ગુરુ પછી સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ શનિ પોતાની રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે, જેના કારણે વર્ષ 2025 કેટલીક રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેશે અને અમુક રાશિ માટે સંકટ લઈને આવશે. વર્ષ 2025માં શનિના ગોચરને કારણે કેટલીક રાશિઓને સાડાસાતી અને ધૈયાથી રાહત મળશે, ત્યારબાદ શનિની સાડાસાતી અને ધૈયા 3 રાશિઓ પર શરૂ થશે. ચાલો જાણીએ કે 2025 માં કઈ રાશિ પર સાડાસાતી અને ધૈયા શરૂ થશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2025માં ક્યારે થશે શનિ ગોચર?
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ ગોચરથી કેટલીક રાશિઓ પર શનિની સાડાસાતી અને ધૈયા શરૂ થાય છે જ્યારે કેટલીક રાશિઓ પર તેની અસર સમાપ્ત થઈ જાય છે. 29 માર્ચ 2025ના રોજ પોતાની રાશિ કુંભ રાશિમાંથી શનિ ગ્રહ બહાર નીકળીને ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે શનિની સાડાસાતી અને ધૈયા 3 રાશિઓ પર શરૂ થશે.


આ 3 રાશિઓની થશે બલ્લે-બલ્લે! મિથુન રાશિમાં દેવગુરુ બૃહસ્પતિના પ્રવેશથી મળશે અઢળક લાભ


આ 3 રાશિઓ પર શરૂ થશે શનિની સાડાસાતી
વર્ષ 2025માં શનિ ગોચરથી મેષ રાશિના લોકો પર શનિની સાડાસાતી શરૂ થશે. મીન રાશિ પર બીજા તબક્કાની સાડાસાતી હશે. જ્યારે કુંભ રાશિ પર ત્રીજા અને અંતિમ તબ્બકામાં શનિની સાડાસાતીમાં રહેશે. જ્યારે મકર રાશિ માટે સાડાસાતી સમાપ્ત થઈ જશે.


આ રાશિઓ પર શનિનો પ્રભાવ શરૂ થશે
શનિ દેવના મીન રાશિમાં પ્રવેશ સાથે વૃશ્ચિક રાશિના ધૈયાનો અંત આવશે. જ્યારે ધનુ, કર્ક અને સિંહ રાશિ પર શનિ ધૈયા શરૂ થશે.


આ 3 રાશિયોની ચમકશે કિસ્મત, રાહુ-કેતુ કરશે રાશિ પરિવર્તન


કેટલા વર્ષ સુધી રહે છે શનિની સાડાસાતી?
શનિની સાડાસાતી 07.05 વર્ષ સુધી રહે છે. તે ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી છે જે અઢી-અઢી વર્ષની હોય છે. એવું કહેવાય છે કે કોઈ પણ રાશિ માટે જીવનમાં બે વાર સાડાસાતી આવી છે. આવી સ્થિતિમાં તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાડાસાતી દરમિયાન વ્યક્તિને શનિવારે શનિદેવની પૂજા-અર્ચના કરવી અને તેલનો દીવો પ્રગટાવવાનું કહેવામાં આવે છે. આ સિવાય શનિવારે શિવલિંગ પર દૂધમાં કાળા તલ મિક્સ કરીને અભિષેક કરવાનું કહેવાય છે.


Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.