Shani Gochar 2023: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ ન્યાયાધીશ પણ કહેવાય છે. કારણ કે તે એવા ગ્રહ છે જે વ્યક્તિના કર્મ અનુસાર તેને ફળ આપીને ન્યાય કરે છે. બધા જ ગ્રહોમાં શનિ ગ્રહ સૌથી ધીમી ચાલે ગતિ કરે છે. એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરતા પણ શનિદેવને સૌથી વધુ સમય લાગે છે. શનિદેવની મહા દશા પણ સૌથી વધુ અસર કરે છે. શનિ ગ્રહની અસર રાજા ને રંક બનાવી શકે છે અને રંકને રાજા પણ બનાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક રાશિના જીવન પર સૌથી વધુ અસર કરતો શનિ ગ્રહ સપ્ટેમ્બર મહિનામાં માર્ગી થશે એટલે કે સીધી ચાલશે. શનિ વક્રીમાંથી માર્ગી થશે તેના કારણે રાશિ ચક્રની ત્રણ રાશિના લોકોને ધન લાભ અને સફળતા મળશે. તો ચાલો તમને જણાવીએ એ કઈ ત્રણ રાશિ છે જેનો સમય સપ્ટેમ્બર મહિનાથી બદલી જશે. 


આ પણ વાંચો:


સૂર્ય વધારશે આ રાશિની આર્થિક સમસ્યાઓ, મહા દરિદ્ર યોગમાં આ રાશિઓ ગુમાવશે ધન


રાશિફળ 04 ઓગસ્ટ: આજે આ રાશિના વેપારીઓને અચાનક થશે ધન લાભ, આર્થિક સ્થિતિ સુધરશે


કરજથી મુક્તિ અપાવે છે જ્યોતિષશાસ્ત્રના આ 6 સરળ ઉપાય, કરવાથી આર્થિક સ્થિતિ થશે મજબૂત


મિથુન રાશિ


મિથુન રાશિના લોકોને શનિદેવની સીધી ચાલ સૌથી વધુ ફાયદો કરશે. શનિ આ રાશિના ભાગ્ય સ્થાનમાં માર્ગી થશે. જેના કારણે આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે અને રોકાણથી ફાયદો થવા લાગશે. અટકેલું ધન પરત મળશે. દેશ-વિદેશની યાત્રાના પણ યોગ સર્જાઈ રહ્યા છે.


તુલા રાશિ


તુલા રાશિના લોકો માટે પણ શનિની સીધી ચાલ લાભકારી સાબિત થશે. આ રાશિના પાંચમાં ભાવમાં શનિ માર્ગી થશે જેના કારણે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા લોકોની ઈચ્છા પૂરી થશે. આ સમય દરમિયાન ઘર કે પ્રોપર્ટી ખરીદી શકો છો. નોકરી કરતા લોકોને પ્રમોશન અને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે.


મકર રાશિ


મકર રાશિના લોકોને શનિદેવ ફાયદો કરશે. આ ગોચર કુંડળીના ધન ભાવમાં થશે. જેના કારણે અચાનક ધન લાભ થઈ શકે છે અને અટકેલો પૈસો પરત મળશે. આ સમય દરમિયાન પર્સનાલિટી સુધરશે. વેપારીઓને ધન લાભ પ્રાપ્ત થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)