Astro Tips: કરજથી મુક્તિ અપાવે છે જ્યોતિષશાસ્ત્રના આ 6 સરળ ઉપાય, કરવાથી આર્થિક સ્થિતિ થાય છે મજબૂત

Astro Tips: રુપિયા ઉધાર લેવાનો રસ્તો કોઈ વ્યક્તિ ત્યારે જ પસંદ કરે જ્યારે અન્ય કોઈ રસ્તો ન બાકી હોય. કરજ કરવું કોઈપણ વ્યક્તિને પસંદ નથી પરંતુ સ્થિતિ એવી સર્જાય કે વ્યક્તિને કરજ લેવું પડે છે. ઘણીવાર લોકો કરજના ચક્રવ્યુહમાં ફસાઈ જાય તો નીકળી શકતા નથી. આવી સ્થિતિ સર્જાઈ હોય ત્યારે જ્યોતિષશાસ્ત્રના કેટલાક ઉપાયો અજમાવી શકાય છે.

Astro Tips: કરજથી મુક્તિ અપાવે છે જ્યોતિષશાસ્ત્રના આ 6 સરળ ઉપાય, કરવાથી આર્થિક સ્થિતિ થાય છે મજબૂત

Astro Tips: કરજ એક એવી સમસ્યા છે જેનો સામનો દરેક વ્યક્તિને તેના જીવનમાં ક્યારેક તો કરવો જ પડે છે. ઘણા લોકો કરજમાંથી સરળતાથી મુક્ત થઈ જાય છે તો કેટલાક લોકો માટે આ ચક્ર મુસીબત બની જાય છે. કોઈપણ વ્યક્તિ ત્યારે જ કરજ કરે છે જ્યારે તે આર્થિક સંકટમાં ફસાયો હોય અને તેની આવકના સ્ત્રોત પણ બંધ થઈ ગયા હોય. કરજ લીધા પછી તેને ચુકવવા માટે વ્યક્તિ મહેનત કરે છે. પરંતુ ઘણીવાર ભાગ્ય સાથ આપતું નથી અને કરજના ચક્રવ્યુહમાંથી વ્યક્તિ બહાર નીકળી શકતા નથી. આવી સ્થિતિ હોય ત્યારે કેટલાક ઉપાયો તમને મદદ કરી શકે છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં કરજ મુક્તિ માટે કેટલાક સરળ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.  આ ઉપાયોમાંથી કોઈપણ એક પર પણ જો તમે અમલ કરો છો તો તમને તેનાથી ચોક્કસપણે લાભ થશે.

આ પણ વાંચો:

મહામૃત્યુંજય મંત્રનો જાપ

દિવસની શરુઆતમાં 108 વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી કરજમાંથી મુક્તિ મળી શકે છે. આ મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય પણ સુધરે છે.

ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ પૂજા

ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરીને તેમના આશીર્વાદ લેવાથી ઋણમાંથી મુક્તિ મળે છે. આ માટે ભગવાન ગણેશની પૂજા કરો અને આરતી કરી લાડુનો ભોગ ચઢાવો.

નવગ્રહ શાંતિ પૂજા 

ઋણમાંથી મુક્તિ મેળવવા માટે નવગ્રહની શાંતિ પૂજા લાભકારી સાબિત થઈ શકે છે. નવગ્રહોના દોષોને દૂર કરીને આર્થિક સમસ્યાઓ દૂર કરી શકાય છે.

આ પણ વાંચો:

ધાર્મિક કાર્ય અને દાન

કરજમાંથી મુક્તિ મેળવવા માટે ધાર્મિક કાર્યોમાં સહભાગી થવું અને જરૂરીયાતમંદ વ્યક્તિને અન્નદાન, વસ્ત્રનું દાન કરવું.

સમયસર ઉધારી ચુકવો

કરજથી મુક્તિ મેળવવા માટે એ પણ જરૂરી છે કે તમે ઉધાર લીધેલી રકમને સમયસર ચુકવો. તેનાથી આર્થિક સમસ્યાઓથી પણ મુક્તિ મળે છે.  

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news