Shani Vakri 2023 : 17 જુને ન્યાયના દેવતા અને કર્મ ફળના દાતાશની પોતાની સ્વરાશિમાં વક્રી થશે. શનિદેવ વક્રી થશે તેની નકારાત્મક અસર કેટલાક લોકોના જીવનમાં ઉથલપાથલ કરી દેશે. ન્યાયના દેવતા શનિ દરેક વ્યક્તિને તેના કર્મ અનુસાર શુભ અને અશુભ ફળ આપે છે. શનિ વક્રી થવાથી બધી જ રાશિના જાતકો ઉપર શુભ અને અશુભ અસર જોવા મળશે. પરંતુ જ્યોતિષ ગણના અનુસાર કુંભ રાશિમાં વક્રી શનિ અને ત્રણ રાશિના લોકોને અશુભ ફળ આપશે. હાલ શનિ કુંભ રાશિમાં છે અને 17 જુને રાત્રે 10 કલાક અને 48 મિનિટે વક્રી થશે. તે 4 નવેમ્બર સુધી વક્રી અવસ્થામાં રહેશે અને પછી માર્ગી થશે. એટલે કે 17 જૂનથી 4 નવેમ્બર સુધીનો સમય આ ત્રણ રાશિના જાતકો માટે સાવધાન રહેવાનો સમય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


બુધવારે કરો પાન-સોપારીનો આ સરળ ઉપાય, પ્રસન્ન થશે ગણપતિ અને દરેક કાર્યમાં મળશે સફળતા


Astro Tips: 99 ટકા લોકો શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે કરે છે ભુલ, જાણો સાચી વિધિ


Ganga Saptami: ઘરમાં લક્ષ્મીજીનો થશે સ્થિર વાસ, 27 એપ્રિલે કરી લેવું આ સરળ કામ


મેષ રાશિ


મેષ રાશિના જાતકોને શનિની વક્રી ચાલ પરેશાન કરશે. ધનહાનિની સંભાવના છે. આ સમય દરમિયાન દાંપત્ય જીવનમાં ચિંતાજનક સ્થિતિ રહેશે. તમારા કાર્યોમાં સમસ્યાઓ આવી શકે છે. આ સમય દરમિયાન વાદવિવાદથી દૂર રહેવું.


કર્ક રાશિ


કર્ક રાશિના લોકો માટે શનિનું વક્રી થવું અશુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ધનહાની થઈ શકે છે. વાદવિવાદ પણ થઈ શકે છે. આ સિવાય પણ અન્ય સમસ્યાઓ થઈ શકે છે.


કુંભ રાશિ


કુંભ રાશિના લોકો માટે પણ આ સમય નકારાત્મક રહેશે. આ સમય દરમિયાન કુંભ રાશિના લોકોને શારીરિક તેમજ માનસિક કષ્ટનો સામનો કરવો પડી શકે છે. કરિયરને લઈને જાગૃત રહેવું અને નિર્ણયો સાવધાનીથી લેવા.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)