Ganga Saptami: ઘરમાં લક્ષ્મીજીનો થશે સ્થિર વાસ, 27 એપ્રિલે કરી લેવું આ સરળ કામ

Ganga Saptami Upay: પૌરાણિક કથા અનુસાર વૈશાખ મહિનાના શુક્લપક્ષની સપ્તમીના દિવસે જ માં ગંગા સ્વર્ગ લોકમાંથી ભગવાન શિવની જટામાં પહોંચ્યા હતા. આ દિવસે ગંગા પૂજાનું વિશેષ મહત્વ હોય છે. જો તમે કોઈ કારણોસર ગંગા પૂજન કે ગંગામાં સ્નાન કરી શકતા નથી તો ગંગા સપ્તમીના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરીને પણ લાભ પ્રાપ્ત કરી શકો છો.

Ganga Saptami: ઘરમાં લક્ષ્મીજીનો થશે સ્થિર વાસ, 27 એપ્રિલે કરી લેવું આ સરળ કામ

Ganga Saptami Upay: વૈશાખ મહિનાના શુક્લપક્ષની સાતમની તિથિએ ગંગા સપ્તમી ઉજવાય છે. આ વર્ષે ગંગા સપ્તમી 27 એપ્રિલે ઉજવાશે. શાસ્ત્રો અનુસાર આ દિવસનું ખૂબ જ મહત્વ છે. માનવામાં આવે છે કે આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી સમસ્ત પાપથી મુક્તિ મળી જાય છે. પૌરાણિક કથા અનુસાર વૈશાખ મહિનાના શુક્લપક્ષની સપ્તમીના દિવસે જ માં ગંગા સ્વર્ગ લોકમાંથી ભગવાન શિવની જટામાં પહોંચ્યા હતા. પૃથ્વી પર અવતરણ થયાના આ દિવસને ગંગા સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગંગા પૂજાનું વિશેષ મહત્વ હોય છે. જો તમે કોઈ કારણોસર ગંગા પૂજન કે ગંગામાં સ્નાન કરી શકતા નથી તો ગંગા સપ્તમીના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરીને પણ લાભ પ્રાપ્ત કરી શકો છો 

આ પણ વાંચો:

ગંગા સપ્તમીના ઉપાય

- ગંગા સપ્તમીના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ હોય છે આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી જીવનના સમસ્ત પાપથી છુટકારો મળે છે. અને જીવનમાં માન, સન્માન અને યશની પ્રાપ્તિ થાય છે.

- ગંગા સપ્તમીના દિવસે દાન પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

- ગંગા સપ્તમીના દિવસે એક કળશમાં ગંગાજળ ભરી અને તેમાં પાંચ બિલીપત્ર ઉમેરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. 

- ગંગા સપ્તમીના દિવસે ગંગા પૂજા કર્યા પછી એક ઘીનો દીવો પ્રગટાવીને તેને નદીમાં પ્રજવલિત કરવો જોઈએ. આમ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.

- ઘરના વાસ્તુદોષને દૂર કરવા માટે પણ આ દિવસ ઉત્તમ છે. આ દિવસે પૂજા પાઠ કરીને ઘરમાં ગંગાજળ નો છંટકાવ કરવો જોઈએ. આ દિવસ પછી રોજ આ રીતે ગંગાજળનો છંટકાવ કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે.

- જો ધન સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી રહી હોય તો ગંગા સપ્તમીના દિવસે ગંગા નદીમાં અથવા તો કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરીને તેમાં શ્રીફળ અર્પણ કરવું આમ કરવાથી ધન લાભ થાય છે અને ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news