Shani-Guru Gochar: 2024માં ઘણા ગ્રહોની ચાલમાં ફેરફાર થવાનો છે, જેના કારણે આવનારું વર્ષ ખાસ માનવામાં આવી રહ્યું છે. આ વર્ષના અંતમાં એટલે કે 31 ડિસેમ્બર 2023ના ગુરૂ પોતાની ચાલમાં પરિવર્તન કરશે, તો શનિ દેવ પોતાની રાશિ કુંભ રાશિમાં બિરાજમાન રહેશે. મે 2024 સુધી ગુરૂ મેષ રાશિમાં બિરાજમાન રહેવાના છે. તેથી આવો જાણીએ 2024માં શનિ અને ગુરૂની સ્થિતિ કયાં જાતકો માટે લાભદાયક સાબિત થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
ગુરૂ મેષ રાશિમાં બિરાજમાન રહી ભાગ્ય ભાવ પર દ્રષ્ટિ પાડશે. ગુરૂની શુભ સ્થિતિને કારણે તમને દરેક કામમાં સફળતા મળશે. કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માટે શુભ સમય છે. શનિ તમારા 11માં ભાવમાં દ્રષ્ટિ પાડશે અને તમારા પર કૃપા દ્રષ્ટિ વરસાવશે. તેવામાં તમે સ્વસ્થ રહેશો. 


મિથુન રાશિ
શનિ અને ગુરૂની સ્થિતિ મિથુન રાશિના જાતકો માટે શુભ રહેવાની છે. બિઝનેસ કરી રહેલા લોકોને પ્રોફિટ મળશે. આ દરમિયાન સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. તમારા અટવાયેલા નાણા પરત મળી શકે છે. સાથે ઘર-પરિવારના સભ્યોનો ભરપૂર સાથ મળશે. 


આ પણ વાંચોઃ રસોડામાં આ 2 વાસણો ઉંધા રાખવાથી થાય છે વાસ્તુ દોષ, છિન્ન-ભિન્ન થઈ જાય છે સુખ-શાંતિ


મકર રાશિ
મકર રાશિના જાતકો માટે શનિ અને ગુરૂની ચાલ શુભ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. યાત્રા પર જવાની સંભાવના જોવા મળી રહી છે. દરેક કામને મહેનત સાથે પૂરુ કરશો. કરિયર લાઇફમાં થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, જે વધુ દિવસ રહેશે નહીં. આર્થિક સ્થિતિ મજબૂત અને સ્ટેબલ રહેશે. 


(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube