Shani Gochar: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. જ્યારે પણ શનિનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે તેનો પ્રભાવ દરેક રાશિના જીવન પર જોવા મળે છે. હાલ શનિ પોતાની પ્રિય રાશિ કુંભમાં વક્રી છે. શનિનું કુંભ રાશિમાં ગોચર ખૂબ જ ખાસ છે કારણ કે કુંભ રાશિમાં શનિ વર્ષ 2025 સુધી રહેશે. 30 વર્ષ પછી શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે જેના કારણે 12 રાશિના લોકોના જીવન ઉપર પણ ખાસ પ્રભાવ જોવા મળી રહ્યો છે. જોકે ચાર રાશિ એવી છે જેના માટે શનિનો કુંભ રાશિમાં પ્રવેશ ખૂબ જ શુભ છે. આ ચાર રાશિ ના જાતકોને આગામી બે વર્ષ સુધી શનિ લાભ કરતો રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


11 શુક્રવાર કરો આ વ્રત માતા લક્ષ્મીના આશીર્વાદથી તિજોરી રહેશે ધનથી છલોછલ


Shree Yantra:શ્રી યંત્રની પૂજાથી માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન, સુધરે છે આર્થિક સ્થિતિ


Shukra Gochar 2023: આ 5 રાશિના લોકો માટે 2 ઓક્ટોબર સુધીનો સમય અતિશુભ, મળશે અપાર ધન


મિથુન રાશિ


શનિનું કુંભ રાશિમાં ગોચર મિથુન રાશિના લોકોને ફળદાયી સાબિત થશે. આ વર્ષો દરમિયાન તેમને ભાગ્યનો સાથ મળશે. કાર્યમાં સફળતા મળવાથી આનંદની લાગણી રહેશે. મહેનતનું ફળ મળશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે અને નવી જોબ પણ થઈ શકે છે. આ સાથે જ કરજથી મુક્તિ મળશે. બિઝનેસમાં સફળતા મળશે.


કન્યા રાશિ


કુંભ રાશિમાં શનિનુ ગોચર કન્યા રાશિના લોકોને પણ લાભકારી છે. આ રાશિના જાતકોને વર્ષ 2025 સુધી એક પછી એક સફળતા મળતી રહેશે. આ સમય વિરોધીઓ ઉપર ભારી રહેશે. નોકરી અને બિઝનેસમાં સફળતા મળશે અને ધન લાભ પણ થશે. આર્થિક સ્થિતિ સુધરશે.


તુલા રાશિ


તુલા રાશિના લોકોને શનિના રાશિ પરિવર્તનથી રાહત મળવાની છે. આ રાશિના લોકોના જીવનમાં આર્થિક શારીરિક અને માનસિક સમસ્યાઓ હતી તે હવે દૂર થશે. વૈવાહિક જીવન ખુશ હાલ રહેશે. તમારી કોઈ અધૂરી ઈચ્છા પૂરી થશે.


ધન રાશિ


ધન રાશિના લોકોને શનિનું કુંભ રાશિમાં ગોચર લાભકારી રહેશે. વર્ક પ્લેસ ઉપર તમારા કામના વખાણ થશે અને સફળતા મળશે. વેપારમાં લાભ થશે અને આર્થિક સ્થિતિ સુધરશે. તમારા કામના વખાણ થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)