નવી દિલ્હીઃ Shani Vakri 2023 Effects: 17 જૂને શનિ દેવ પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં વક્રી થયા છે અને છ મહિના સુધી તેમાં બિરાજમાન રહેશે. શનિદેવ 17 જાન્યુઆરીએ સાંજે 5 કલાક 47 મિનિટ પર કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે અને 17 જૂને રાત્રે 10.56 કલાકે કુંભ રાશિમાં વક્રી થયા છે એટલે કે ઉલ્ટી ગતિથી ગોચર કરવા લાગશે. એટલે કે હવે આગામી છ મહિના સુધી એટલે કે જૂનથી લઈને નવેમ્બર સુધી મેષ સહિત આ રાશિઓને મોટો ફાયદો થવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મેષ રાશિ
શનિ તમારા અગિયારમા ભાવમાં વક્રી રહેશે. કુંડળીનું અગિયારમું ઘર આપણી આવક અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંબંધિત છે. શનિના આ ગોચરથી તમારી મોટાભાગની ઈચ્છાઓ પૂર્ણ થશે. આ સાથે તમારી આવકમાં પણ વધારો થશે. સમાજમાં તમારું સન્માન પણ વધશે. જો તમે કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા છો, તો નિઃસંકોચ પ્રારંભ કરો. તમને ચોક્કસ સફળતા મળશે. તેથી, શનિના શુભ પરિણામોની ખાતરી કરવા માટે, 11 વખત "ઓમ પ્રાણ પ્રીં પ્રાણ સ: શનિશ્ચરાય નમઃ" મંત્રનો જાપ કરો. 


2. મિથુન રાશિ
શનિ તમારા નવમાં સ્થાન પર વક્રી થશે. જન્મપત્રિકાના નવમાં સ્થાનનો સંબંધ આપણા ભાગ્ય સાથે હોય છે. કારણ કે શનિ તમારો ભાગ્યશાળી સ્વામી છે અને તે પોતાની રાશિમાં વક્રી થયા છે.  તેથી શનિનું આ ગોચર તમારા કામમાં ઝડપ લાવશે. જો તમે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો વડીલોની સલાહ ચોક્કસ લો, ભાગ્ય ચોક્કસ તમારો સાથ આપશે. આર્થિક બાજુથી સંબંધિત સમસ્યાનો ઉકેલ આવશે. તેથી, શુભતા સુનિશ્ચિત કરવા માટે, કોઈપણ લાકડાની સામગ્રીને ઘરની છત પર બિનજરૂરી રીતે જમા ન થવા દો.


આ પણ વાંચોઃ આવતીકાલથી શરૂ થઈ રહી છે અષાઢ ગુપ્ત નવરાત્રિ, જાણો ઘટસ્થાપન વિધિ અને શુભ મુહુર્ત


3. તુલા
શનિ દેવ તમારા પાંચમાં સ્થાનમાં વક્રી થયા છે. જન્મપત્રિકામાં પાંચમાં સ્થાનનો સંબંધ આપણા સંતાન, બુદ્ધિ, વિવેક અને રોમાન્સથી છે. વિદ્યાર્થીઓનું ભણવામાં મન લાગશે. શહેર કે દેશની બહાર કોઈ સારી કોલેજમાં પ્રવેશ મળી શકે છે. સંતાનપક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળશે. લવમેટ્સની સાથે તમારો વ્યવહાર સારો રાખો. શનિની શુભ સ્થિતિ નિશ્ચિત કરવા માટે પૈતૃક ઘરના કબાટમાં તાંબાનો ઘોડો અથવા વાંદરો સ્થાપિત કરો.
 
4. ધન રાશિ
શનિ તમારા ત્રીજા સ્થાનમાં વક્રી થશે. જન્મપત્રિકાના ત્રીજા સ્થાનનો સંબંધ આપણા પરાક્રમ, ભાઈ-બહેન તથા યશ સાથે છે. શનિના ગોચરથી તમે શક્તિશાળી અનુભવ કરશો. એક્સપ્રેશનમાં ફેરફાર આવશે અને તમે તમારી વાત સારી રીતે રાખી શકશો. ભાઈ-બહેનના સંબંધ મજબૂત થશે. શનિની શુભ સ્થિતિ નિશ્ચિત કરવા માટે ઘરની ઉંબરા પર ખીલી લગાવો.


આ પણ વાંચોઃ Planet Vakri 2023: આગામી 6 મહિના ખૂબ સાચવીને રહેજો, આ 3 રાશિનો શરૂ થયો ખરાબ સમય!


5. મીન રાશિ
શનિ તમારા બારમાં સ્થાનમાં વક્રી થશે. જન્મપત્રિકાના બારમાં સ્થાનનો સંબંધ તમારા ખર્ચ અને આરામ સુખ સાથે છે. શનિના આ ગોચરથી તમે આરામનો અનુભવ કરશો. જો તમે કોઈ વાતથી સતત ચિંતિત થઈ રહ્યાં છો તો તેમાં તમને રાહત મળશે. કોઈ નવી સ્કીમ કે ઓફર લેતા પહેલા સમજી-વિચારીને પગલાં ભરો. શનિનું શુભ ફળ મેળવવા માટે ખોટું બોલવાથી બચવાનો પ્રયાસ કરો. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube