Shani-Mangal Yog 2024: શનિ અને મંગળના અશુભ પ્રભાવના કારણે જૂન મહિનો કેટલીક રાશિ માટે નુકસાનકારક અને ભારે સાબિત થઈ શકે છે. જૂન મહિનાની શરૂઆતમાં જ મંગળ પોતાની જ રાશિ મેષમાં પ્રવેશ કરશે. મંગળના રાશિ પરિવર્તનથી શનિની ત્રીજી દ્રષ્ટિ તેના પર પડશે. શનિની દ્રષ્ટિ મંગળ પર હોવાના કારણે તેનો પ્રભાવ વધી જશે. શનિ અને મંગળનો આ યોગ કેટલીક રાશીના લોકોને હાનિ કરાવી શકે છે. જૂન મહિના દરમિયાન આ રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિ મંગળ યોગ ત્રણ રાશિ માટે હાનિકારક 


આ પણ વાંચો: Shaniwar Niyam: શનિવારે ભુલથી પણ ન કરો આ કામ, કર્મફળના દાતા શનિદેવ થઈ જશે નારાજ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર કર્ક રાશિના લોકો માટે જૂન મહિનો મુશ્કેલી ભર્યો રહી શકે છે. શનિ અને મંગળના અશુભ પ્રભાવના કારણે આ રાશિના જાતકોના જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. વેપારમાં પણ ધન હાનિનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન કરેલા પ્રયત્નો નિષ્ફળ જવાથી મનમાં નિરાશા પણ વધી શકે છે. પ્રેમ સંબંધની બાબતમાં પણ જૂન મહિનો શુભ નથી. 


આ પણ વાંચો: Guru Uday 2024: 3 જૂનથી સિંહ સહિતની ત્રણ રાશિઓનો બદલાશે સમય, બેઠાબેઠા કમાશે ધન


કન્યા રાશિ 


કન્યા રાશિના લોકો માટે પણ શનિ અને મંગળનો અશુભ પ્રભાવ કારકિર્દીમાં સમસ્યાઓ ઊભી કરશે. આ સમય દરમિયાન કામ ધંધો પણ મુશ્કેલ સમયમાંથી પસાર થશે. સફળતા માટે કરેલા પ્રયત્નોનું અનુકૂળ ફળ ન મળવાથી હતાશા વધી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં નબળી પડશે. બિનજરૂરી ખર્ચા કરવાનું ટાડવું. 


આ પણ વાંચો: Shukrawar Upay: વેપારમાં થતા નુકસાનને નફામાં બદલવા શુક્રવારે કરો આ સરળ ઉપાય


તુલા રાશિ 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલા રાશિના લોકોને પણ પરિવાર અને સંબંધોની બાબતમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અવિવાહિત લોકોના લગ્નની વાત ટળી શકે છે. કારકિર્દીમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક બાબતોની વાત કરીએ તો ધન હાનીનો સામનો કરવો પડશે. આ સમય દરમિયાન કોઈ પ્રિય વસ્તુ ગુમ થઈ શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)