Shukrawar Upay: વેપારમાં થતા નુકસાનને નફામાં બદલવા શુક્રવારે કરો આ સરળ ઉપાય
Shukrawar Upay: ધન પ્રાપ્તિ અને વેપાર ધંધામાં ફાયદો થાય તે માટે શુક્રવારના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાનું વિધાન જ્યોતિષશાસ્ત્રમાં છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાયોને કરવાથી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખની વૃદ્ધિ થાય છે.
Trending Photos
Shukrawar Upay: જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહ સુખનો કારક ગ્રહ ગણાય છે. જે વ્યક્તિની કુંડળીમાં શુક્ર શુભ સ્થિતિમાં હોય અથવા તો મજબૂત હોય તે વ્યક્તિને જીવનમાં બધા જ પ્રકારના ભૌતિક અને સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે. તેનાથી વિરુદ્ધ જો શુક્ર નબળો હોય તો આર્થિક સમસ્યાઓ સતત ભોગવવી પડે છે. શુક્રવારનો દિવસ શુક્ર ગ્રહ સાથે ધનના દેવી માં લક્ષ્મીને પણ સમર્પિત છે.
ધન પ્રાપ્તિ અને વેપાર ધંધામાં ફાયદો થાય તે માટે શુક્રવારના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાનું વિધાન જ્યોતિષશાસ્ત્રમાં છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાયોને કરવાથી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખની વૃદ્ધિ થાય છે. આ ઉપાયો શુક્રવારે કરવાથી કરિયર અને કારોબારમાં સફળતાઓ પ્રાપ્ત થાય છે.
નોકરી, વેપારમાં સફળતાના ઉપાય
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે પાણીમાં એલચી ઉમેરીને સ્નાન કરવું જોઈએ. તેનાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે.
- શુક્રવારના દિવસે ગંગાજળમાં સુગંધ મિશ્રિત કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આ ઉપાય કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. સાથે કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.
- શુક્રવારના દિવસે સ્નાન કર્યા પછી વિધિપૂર્વક માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. તેમને પ્રસાદમાં ચોખાની ખીર અર્પણ કરવી અને સાત કોડી અર્પણ કરવી. આ કોડીને પીળા રંગના વસ્ત્રમાં બાંધીને શુભ મહુર્તમાં તિજોરીમાં રાખી દેવી. તેને તમે વેપારના સ્થળે પણ રાખી શકો છો.
- કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો તેને મજબૂત કરવા માટે દર શુક્રવારે નીચે દર્શાવેલા કોઈપણ મંત્રોમાંથી કોઈ પણ એકનો 108 વખત જાપ કરવો.
ૐ હ્રીં શ્રીં શુક્રાય નમ:
ૐ દ્રાં દ્રીં દ્રૌં સ: શુક્રાય નમ:
ૐ વસ્ત્રં મે દેહિ શુક્રાય સ્વાહા
ૐ ભૃગુરાજાય વિદ્મહે દિવ્ય દેહાય ધીમહિ તન્નો શુક્ર પ્રચોદયાત્
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે