Shani Mangal Yuti: દરેક ગ્રહ નિશ્ચિત સમય અંતરાલ પર રાશિ પરિવર્તન કરે છે. ઘણી વખત ગ્રહોના રાશિ પરિવર્તનના કારણે બે ગ્રહોની યુતિ પણ સર્જાતી હોય છે. માર્ચ મહિનો ગ્રહોના રાશિ પરિવર્તનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. હવે ગ્રહોના સેનાપતિ મંગળ 15 માર્ચે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં પહેલાથી જ શનિદેવ બિરાજમાન છે 15 માર્ચ 2024 થી કુંભ રાશિમાં મંગળ અને શનિની યુતિ સર્જાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Weekly Horoscope: આ અઠવાડીયામાં કઈ કઈ રાશિને થશે ધન લાભ અને કોણ થશે નિરાશ જાણો


જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ સાહસ, પરાક્રમ અને ઊર્જાનો કારક ગ્રહ છે. કુંભ રાશિમાં જ્યારે કર્મ અનુસાર ફળ આપનાર શનિ અને મંગળ એક સાથે હશે તો કેટલીક રાશિના લોકો પર તેની નકારાત્મક અસર જોવા મળશે તો કેટલીક રાશિને આ યુતિથી ફાયદો થશે. કુંભ રાશિમાં શનિ અને મંગળની યુતિ 30 વર્ષ પછી સર્જાઇ રહી છે. આ યુતિ કઈ કઈ રાશિના લોકોને લાભ કરાવશે તે પણ જાણી લો. 


કુંભ રાશિમાં શનિ મંગળની યુતિ


આ પણ વાંચો: ભારતના આ પ્રસિદ્ધ મંદિર છે રહસ્યમયી, વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા આ રહસ્યોનું કારણ


મેષ રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિ માટે મંગળ અને શનિની યુતિ વરદાન સમાન સાબિત થશે. આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે અને કાર્યોમાં સફળતા મળવાના પણ યોગ છે. રોકાણ કરવાથી આ રાશિના જાતકોને ફાયદો થશે. અચાનક ધન લાભ થશે. નોકરી કરતા લોકોને પણ સારી ઓફર મળી શકે છે.


આ પણ વાંચો: રસોડામાં આ જગ્યાએ જ માટલું રાખવું યોગ્ય, આ રીતે રાખશો તો ઘરમાં જળવાઈ રહેશે સુખ-શાંતિ


ધન રાશિ


મંગળ અને શનિની યુતિ ધન રાશિના લોકોને લાભ કરાવશે. નોકરીમાં માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા વધશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને આ સમય દરમિયાન સારી તક મળી શકે છે. વેપારમાં પણ ભાગ્યનો સાથ મળશે. લવ લાઈફ સારી રહેશે. આ સમય દરમિયાન શુભ સમાચાર મળી શકે છે. 


આ પણ વાંચો: આ રાશિના લોકો હોય છે તીવ્ર બુદ્ધિવાળા, ગુરુ ગ્રહની વિશેષ કૃપા તેમના પર રહે છે જીવનભર


કુંભ રાશિ


15 માર્ચથી કુંભ રાશિમાં જ મંગળ અને શનિની યુતિ સર્જાશે. તેથી આ રાશિના લોકોને પણ મંગળ અને શનિ ફાયદો કરાવશે. આ યુતિ કારકિર્દી માટે સૌથી શુભ સાબિત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વેપારમાં પણ નફો થઈ શકે છે. આ સમય દરમિયાન સંપત્તિમાં વૃદ્ધિ થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)