શનિદેવની ચાલ આ 3 રાશિવાળાને કરાવશે `ચમત્કારિક` ફાયદા, પૈસાથી તિજોરીઓ થશે છલોછલ
Shani Margi 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ પોતાના નિશ્ચિત સમય પર ગોચર કરે છે. કોઈ પણ ગ્રહના ગોચર, વક્રી કે માર્ગી થવાનો પ્રભાવ તમામ રાશિના જાતકોના જીવન પર જોવા મળે છે. તમામ ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ મનાય છે. શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં અઢી વર્ષનો સમય લે છે.
Shani Margi 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ પોતાના નિશ્ચિત સમય પર ગોચર કરે છે. કોઈ પણ ગ્રહના ગોચર, વક્રી કે માર્ગી થવાનો પ્રભાવ તમામ રાશિના જાતકોના જીવન પર જોવા મળે છે. તમામ ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ મનાય છે. શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં અઢી વર્ષનો સમય લે છે. અત્રે જણાવવાનું શનિએ વર્ષ 2023ની શરૂઆતમાં જ 30 વર્ષ બાદ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો.
17 જૂનના રોજ શનિ મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રી થયો હતો. અને 4 નવેમ્બર સુધી આ અવસ્થામાં રહેવાનો છે. ત્યારબાદ શનિ કુંભ રાશિમાં માર્ગી થશે. અત્રે જણાવવાનું કે શનિની સીધી ચાલ 3 રાશિવાળાના જીવનમાં સારા પરિણામ લાવી રહી છે. આ દરમિયાન શશ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થશે. આ દરમિયાન 3 રાશિવાળાને વિશેષ આર્થિક લાભ થશે. આ લોકોના સમૃદ્ધિ અને સુવર્ણ દિવસોની શરૂઆત થશે.
વૃષભ રાશિ
શનિનું કુંભ રાશિમાં માર્ગી થવું વૃષભ રાશિવાળાને લાભ કરાવશે. આ દરમિયાન શશ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થશે અને આ જાતકોનું ભાગ્ય ખુલી જશે. એટલું જ નહીં આ લોકોનું ભાગ્ય ચમકશે અને કરિયરમાં જોરદાર પ્રગતિ થશે. આ દરમિયાન ઉચ્ચ પદ અને મોટો પગાર મળશે. વેપારનો વિસ્તાર કરવામાં સફળતા મળશે. અપરણિતોના લગ્નના યોગ બની રહ્યા છે.
સિંહ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિના માર્ગી થવાથી શશ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થશે. આ યોગ સિંહ રાશિવાળા માટ લાભકારી સાબિત તસે. આ સમય જીવનમાં ખુશીઓમાં વધારો થશે. પતિ પત્નીના સંબધોમાં મજબૂતી આવશે. એટલું જ નહીં ભૌતિક સુખોમાં પણ વધારો થશે. આર્થિક પક્ષથી પણ લાભ થશે અને વિવાદવાળા કેસોમાં સફળતા મળશે.
કુંભ રાશિ
અત્રે જણાવવાનું કે શનિ નવેમ્બરમાં માર્ગી થવાથી શશ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દરમિયાન કુંભ રાશિના જાતકો માટે શુભ સમય રહેશે. શનિ કુંભ રાશિનો સ્વામી છે અને આ રાશિમાં ગોચર કરી રહ્યો છે. કુંભ રાશિમાં શનિના ગોચરથી જાતકોમાં આત્મવિશ્વાસ વધશે. આ સમય ભાગીદારીના કામમાં જબરદસ્ત સફળતા અપાવશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)