વૈદિક જ્યોતિષ મુજબ વર્ષ 2024માં કર્મફળના દાતા, ન્યાયના દેવતા શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરશે. જેનાથી શશ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગ જ્યોતિષમાં ખુબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે જ જે વ્યક્તિની કુંડળીમાં આ રાજયોગ હોય છે તે વ્યક્તિ ધનવાન બને છે. આ સાથે જ વેપારમાં સારું નામ કમાય છે. આ યોગના પ્રભાવથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. આવામાં આ રાજયોગના પ્રભાવથી વર્ષ 2024માં 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિઓને ધનલાભ અને ભાગ્યોદયના પ્રબળ યોગ બની રહ્યા છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોના લગ્નભાવમાં શશ મહાપુરુષ રાજયોગ બનશે. આથી આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સાથે જ તમારી કાર્ય કરવાની શૈલીમાં નિખાર આવશે. શનિદેવ તમને કરિયરમાં ખુબ વૃદ્ધિ કરાવશે. આ સમય તમારા માટે ખુબ અનુકૂળ સાબિત થશે. તમારી અંદર નવી ઉર્જાનો સંચાર થશે. શશ રાજયોગની દ્રષ્ટિ તમારી રાશિથી સપ્તમ ભાવ પર પડી રહી છે. આથી આ સમયમાં તમારું વૈવાહિક જીવન ખુશહાલ રહેશે. અપરિણીત લોકોના લગ્ન થઈ શકે છે. 


વૃષભ રાશિ
તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર શશ મહાપુરુષ રાજયોગ બનવા જઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમને કામ કાજમાં સારી સફળતા મળી શકે છે. આ સાથે જ તમારા સંબંધોમાં મધુરતા આવશે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે આ વર્ષ ખુબ સારું સાબિત થશે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને જોબ મળી શકે છે. જે લોકો ખનિજ, ઓઈલ, લોઢા અને કાળી વસ્તુઓના વેપાર સાથે જોડાયેલા હોય તેમના માટે આ વર્ષ શાનદાર સાબિત થઈ શકે છે. એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પણ આ વર્ષ ખુબ જ સારું રહેશે. 


સિંહ રાશિ
શશ મહાપુરુષ રાજયોગ બનવાથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી સપ્તમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમારું લગ્નજીવન શાનદાર રહેશે. આ સાથે જ જીવનસાથીનો તમને સહયોગ પ્રાપ્ત થશે. જે લોકો પાર્ટનરશીપનું કામ કરે છે તેમને સારો ધનલાભ થઈ શકે છે. આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં અચાનક વધારો થઈ શકે છે. આ સાથે જ શશ મહાપુરુષ રાજયોગ બનવાથી તમે વર્ષ 2024માં કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube