Shani Margi 2024: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ કુંભ અને મકર રાશિના સ્વામી છે. હાલ શનિ પોતાની રાશિ કુંભમાં જ ગોચર કરે છે. એક રાશિમાંથી બીજી રાશિમાં જવામાં શનિને અઢી વર્ષનો સમય લાગે છે. હાલ શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં છે પરંતુ દિવાળી પછી શનિ માર્ગી થઈ જશે. કુંભ રાશિમાં શનિદેવ માર્ગી થતા શશ રાજયોગ બનશે. જેના કારણે દિવાળી પછીનો સમય 3 રાશીના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. ત્રણ રાશિના લોકો કારકિર્દીમાં પ્રગતિ કરશે અને વેપારમાં પણ ખૂબ ધન કમાશે. તો ચાલો તમને જણાવીએ કુંભ રાશિમાં શનિ માર્ગી થઈને કઈ રાશિને લાભ કરાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્ગી શનિ ત્રણ રાશિને કરાવશે બંપર લાભ 


આ પણ વાંચો: મંગળ ગ્રહ કરશે યુવા અવસ્થામાં પ્રવેશ, 30 જુલાઈથી ચમકશે 3 રાશિનું ભાગ્ય, થશે ધનલાભ


મેષ રાશિ 


મેષ રાશિના લોકોને શનિદેવ શશ રાજયોગ બનાવીને લાભ કરાવશે. શનિદેવ આ રાશિના આવક ભાવમાં માર્ગી થશે. જેના કારણે આવકમાં જબરદસ્ત વધારો નોંધાશે. કલ્પના પણ કરી ન હોય તે જગ્યાએથી ધન લાભ થશે. શેર માર્કેટમાં પૈસા રોકવાનો વિચારી રહ્યા છો તો સારું રિટર્ન મળશે. ઈમ્પોર્ટ એક્સપોર્ટનો વેપાર કરતાં વેપારીઓને પણ સારો લાભ થશે. નોકરી કરતા લોકોનું પદ વધી શકે છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરવા માટે સમય અનુકૂળ હશે 


આ પણ વાંચો: Weekly Horoscope: આ અઠવાડિયે તુલા રાશિના આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે


મકર રાશિ 


શનિનો દુર્લભ રાજયોગ મકર રાશિ માટે પણ ફળદાયી સિદ્ધ થશે. શનિદેવ આ રાશિના ધન અને વાણીના ભાવમાં માર્ગી થશે. જેના કારણે સમયે સમયે આકસ્મિક ધનલાભ થતો રહેશે. સંબંધોમાં પણ સુધાર આવશે અને પરિવારમાં હર્ષ-ઉલ્લાસ રહેશે આર્થિક બાબતોમાં પહેલા કરતાં વધારે આત્મનિર્ભર બનશો. વ્યક્તિત્વમાં નિખાર આવશે. વાણીથી લોકો પ્રભાવિત થશે. પારિવારિક સંબંધોમાં ખુશહાલી આવશે. 


આ પણ વાંચો: Shadashtak Yog: 27 જુલાઈથી શનિ અને શુક્ર બનાવશે ષડાષ્ટક યોગ, 3 રાશિઓ પર ઘેરાશે સંકટ


વૃષભ રાશિ


વૃષભ રાશિ માટે પણ આ દુર્લભ રાજયોગ અનુકૂળ સાબિત થશે. આ રાજયોગ કુંડળીના કર્મભાવમાં બની રહ્યો છે. જેના કારણે વેપારમાં પ્રગતિ થશે. વેપારીઓ બિઝનેસથી મોટી કમાણી કરશે. જીવનમાં ભૌતિક સુવિધાઓ વધશે. નોકરી શોધતા લોકોને સારી ઓફર મળી શકે છે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)