Shani Margi 2024: 15 નવેમ્બર થી આ 7 રાશિવાળા લોકોનો હશે દબદબો, કુંભ રાશિમાં માર્ગી થશે શનિદેવ
Shani Margi 2024: વૈદિક જ્યોતિષ અનુસાર 15 નવેમ્બરે શનિ કુંભ રાશિમાં માર્ગી થશે. એટલે કે શનિ ગ્રહ કુંભ રાશિમાં સીધી ચાલ ચાલશે. 15 નવેમ્બર શુક્રવારે સાંજે 5.09 કલાકે શનિ કુંભ રાશિમાં માર્ગી થઈ જશે. ત્યાર પછીનો સમય એવો હશે જેમાં આ 7 રાશિના લોકોના નામનો ડંકો વાગશે.
Shani Margi 2024: 15 નવેમ્બરનો દિવસ આ વર્ષે ખૂબ જ ખાસ છે. આ દિવસે કારતક પૂર્ણિમા, ગુરુ પર્વ ઉજવાશે. સાથે જ 15 નવેમ્બરે કર્મ ફળના દાતા શની કુંભ રાશિમાં માર્ગી થશે. કુંભ રાશિમાં શનિ 15 નવેમ્બરથી સીધી ચાલ ચાલશે. શુક્રવાર અને કાર્તિક પૂર્ણિમાથી સાત રાશિઓના જીવનમાં પણ ફેરફાર આવશે. આ સાત રાશિઓ માટે શનિનું ગોચર શુભ અને ફળદાઇ રહેવાનું છે.
આ પણ વાંચો: ગુરુ અને શનિની બદલાયેલી ચાલથી 5 રાશિને થશે લાભ, કારકિર્દીમાં સફળ થશે અને બનશે અમીર
વૈદિક જ્યોતિષ અનુસાર 15 નવેમ્બરે શનિ કુંભ રાશિમાં માર્ગી થશે. એટલે કે શનિ ગ્રહ કુંભ રાશિમાં સીધી ચાલ ચાલશે. 15 નવેમ્બર શુક્રવારે સાંજે 5.09 કલાકે શનિ કુંભ રાશિમાં માર્ગી થઈ જશે. ત્યાર પછીનો સમય એવો હશે જેમાં આ 7 રાશિના લોકોના નામનો ડંકો વાગશે.
15 નવેમ્બર થી આ 7 રાશિ પર થશે શનિદેવની ખાસ કૃપા
આ પણ વાંચો: 11 તારીખથી શરુ થતું સપ્તાહ મિથુન રાશિ માટે ભાગ્યશાળી અને ઉત્તમ ફળ પ્રદાન કરનારું
મેષ રાશિ - મેષ રાશિ માટે શનિ શુભ ફળ આપનાર રહેશે. 15 નવેમ્બર થી આ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. કારકિર્દીમાં પ્રગતિ થવાના યોગ છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વિદેશ યાત્રા પણ થઈ શકે છે.
વૃષભ રાશિ - વૃષભ રાશિ પર શનિદેવની ખાસ મહેરબાની થવાની છે. શનિ માર્ગી થતા જીવનમાં ઘણા સારા ફેરફાર થશે. સમાજમાં નવી ઓળખ ઊભી થશે. સ્વાસ્થ્યની બાબતમાં સારો સમય. ધન વધશે. કાર્ય સ્થળ પર નવી ઓળખ ઊભી થશે.
આ પણ વાંચો:12 વર્ષ પછી મિથુન રાશિમાં બનશે ગજલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિને થશે અણધાર્યો મોટો ધન લાભ
કર્ક રાશિ - શનિ માર્ગી થતા કર્ક રાશિના લોકોને લાભ થશે. વેપારમાં પ્રગતિ થશે. નોકરી કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે. સંતાન તરફથી જે ચિંતા હતી તે દૂર થશે. આર્થિક સ્થિતિ સુધરશે. સંબંધ પહેલા કરતા મજબૂત થશે.
કન્યા રાશિ - કન્યા રાશિ માટે પણ શનિ લાભકારી છે. ધર્મ વૃદ્ધિ થશે. સમાજમાં માન સન્માન વધશે. શનિદેવની ખાસ કૃપા આ રાશિ પર થશે. શનિ મંદિરમાં તેલનો દીવો કરવો લાભકારી રહેશે. કારોબારમાં પ્રગતિ થવાના અવસર પ્રાપ્ત થશે.
આ પણ વાંચો:આગામી 30 દિવસ સુધી આ 3 રાશિના લોકો ભોગવશે રાજસી સુખ, અચાનક મળશે ધન, પ્રસિદ્ધિ
તુલા રાશિ - તુલા રાશિ માટે પણ શની લાભકારી રહેશે. ખુશીઓ વધશે. મન ચિંતા મુક્ત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સમાજમાં નવી ઓળખ બનશે. પરિવારની મદદથી પ્રગતિ થશે.
ધન રાશિ - ધન રાશી માટે શનિનું માર્ગી થવું લાભકારી રહેશે. પરિવાર સાથે પ્રેમ વધશે. આર્થિક સ્થિતિ સુધરશે. ધન વધશે. સમાજમાં નવી ઓળખ ઊભી થશે. કારકિર્દી અને વેપારની બાબતમાં લાભ થશે.
આ પણ વાંચો:Vastu Tips: ઘરની આ 3 વસ્તુને ખાલી ક્યારેય ન રાખવી, રાખવાથી ઘરમાં નથી ટકતું ધન
કુંભ રાશિ - શનિ માર્ગી થઈને કુંભ રાશિના લોકોને ફાયદો કરાવશે. વેપાર અને નોકરીમાં લાભ થશે. કુંભ રાશી ના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. લોકો વચ્ચે નવી ઓળખ ઊભી થશે. માન સન્માન વધશે. અટકેલા કામ પૂરા થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)