Shani Margi 2023: શનિ ન્યાયના દેવતા છે. બધા જ ગ્રહોમાં શનિ ગ્રહ સૌથી ધીમી ગતિએ રાશિ પરિવર્તન કરે છે. હાલ શની પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે. 30 વર્ષ પછી શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. જોકે હાલ શની વક્રી અવસ્થામાં ગોચર કરી રહ્યો છે. 4 નવેમ્બર સુધી શનિ વક્રી રહેશે અને પછી માર્ગી થશે. 4 નવેમ્બર થી શનિ માર્ગી થશે અને ત્યાર પછી 3 રાશિના લોકો માટે સમય પણ બદલી જશે. શનિ ગ્રહ માર્ગી થઈને 3 રાશિના લોકોને ખૂબ જ લાભ કરાવશે. આ રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા અને અઢળક ધન પ્રાપ્ત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિના માર્ગી થવાથી આ ત્રણ રાશિને થશે ફાયદો


આ પણ વાંચો:


Somwar Upay: ધન, કીર્તિ અને સફળતા પ્રાપ્ત કરવા શ્રાવણ મહિનાના સોમવારે કરો આ સરળ કામ


16 સપ્ટેમ્બર સુધી દિવસ-રાત ગણશો રુપિયા, આ 3 રાશિઓને કરોડપતિ બનાવશે બુધાદિત્ય રાજયોગ


શ્રાવણ મહિનામાં કરી લો તુલસી સંબંધિત આ ઉપાય, ક્યારેય નહીં ભોગવવી પડે રૂપિયાની તંગી


વૃષભ રાશિ


શનિ માર્ગી થશે એટલે વૃષભ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે તેમને દરેક કાર્યમાં સફળતા મળશે. તેમણે જે મહેનત કરી હતી તેનું ફળ તેમને મળશે. નોકરીમાં સારી તકો પ્રાપ્ત થશે. જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે. આર્થિક દ્રષ્ટિએ સ્થિતિ સુધરશે.


કર્ક રાશિ


કર્ક રાશિના લોકોને પણ માર્ગી શનિ જીવનમાં પ્રગતિ કરાવશે. આ રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે અને આગળ વધવાની નવી તક મળશે. મહેનતનું ફળ મળશે. મિત્રો અને પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે.


કન્યા રાશિ


કન્યા રાશિના લોકોને પણ માર્ગી શનિ શુભ ફળ આપશે. કાર્ય સ્થળ પર ઉપરી અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. પ્રોફેશનલ લાઈફ સારી રહેશે અને આર્થિક લાભ થશે. જે લોકો નોકરી શોધી રહ્યા હતા તેમને સફળતા મળશે.. પરિવારમાં શાંતિ રહેશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)