Tulsi Upay: શ્રાવણ મહિનામાં કરી લો તુલસી સંબંધિત આ ઉપાય, ક્યારેય નહીં ભોગવવી પડે રૂપિયાની તંગી

Tulsi Upay: શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાની સાથે જો તુલસીજી સંબંધિત ઉપાયો કરવામાં આવે તો તેનાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનામાં તુલસી સંબંધિત કેટલાક ઉપાય કરવામાં આવે તો વ્યક્તિના મનની બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે અને આર્થિક સંકટ પણ દૂર થાય છે.
 

Tulsi Upay: શ્રાવણ મહિનામાં કરી લો તુલસી સંબંધિત આ ઉપાય, ક્યારેય નહીં ભોગવવી પડે રૂપિયાની તંગી

Tulsi Upay: શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પૂજા અર્ચના કરે છે. જો કે આ મહિનો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે મહત્વનો સમય છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાની સાથે જો તુલસીજી સંબંધિત ઉપાયો કરવામાં આવે તો તેનાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. 

શ્રાવણ મહિનામાં તુલસી સંબંધિત કેટલાક ઉપાય કરવામાં આવે તો વ્યક્તિના મનની બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે અને આર્થિક સંકટ પણ દૂર થાય છે.

તુલસીના છોડનો ઉપાય

આ પણ વાંચો:

કરોડપતિને પણ કંગાળ બનાવે છે આ આદતો, તમને પણ હોય આ 4 માંથી કોઈ એક તો તુરંત બદલજો
 
શ્રાવણ મહિનામાં ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. શ્રાવણ માસમાં તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માસ દરમિયાન ઘરમાં તુલસીનો છોડ વાવી તેની રોજ પૂજા કરવી જોઈએ. આ સિવાય દરરોજ સંધ્યા સમયે તુલસી પાસે દીવો કરવો જોઈએ. આમ કરવાથી ઘર પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા વરસે છે.

જો ઘરમાં તુલસીનો છોડ લાવો તો તેને હંમેશા ઉત્તર, પૂર્વ કે ઈશાન ખૂણામાં જ લગાવો. આ સિવાય તુલસીના છોડની આસપાસ સ્વચ્છતા જાળવો.  તુલસીના છોડને સ્નાન કરીને જ સ્પર્શ કરવાનું રાખવું. 

તુલસી ઉપરાંત શ્રાવણ મહિનામાં ઘરમાં કેળાનો છોડ વાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. કેળાના ઝાડની પૂજા કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે અને જીવનમાં સુખ-સૌભાગ્ય વધે છે.  

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news