Astrology: દિવાળી પહેલા શુક્ર-શનિ ભરી દેશે 4 રાશિઓની ખાલી તિજોરી, રુપિયામાં રમશે આ લોકો
Astrology: શુક્રનું ગોચર અને શનિનું માર્ગી થવું રાશિ ચક્રની રાશિઓ પર પણ પ્રભાવ પાડશે. આ ગ્રહ ગોચર થયા પછી 12 નવેમ્બરે દિવાળી ઉજવાશે. જોકે આ ગ્રહ ગોચરના કારણે દિવાળી પહેલા જ કેટલીક રાશિના લોકો પર માતા લક્ષ્મીની મહેરબાની થવાની છે એટલે કે ગ્રહ ગોચરના કારણે આ રાશિના લોકોને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
Astrology: જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવેમ્બર મહિનાની શરૂઆત શુભ ગ્રહ ગોચરથી થઈ રહી છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં એટલે કે 3 નવેમ્બરે પ્રેમ, ઐશ્વર્ય, ધનનો કારક શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરશે. શુક્ર સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે બીજા દિવસે એટલે કે 4 નવેમ્બરે શનિ વક્રી માંથી માર્ગી થશે.
શનિ ગ્રહ સ્વરાશિ કુંભમાં વક્રી છે અને 4 નવેમ્બરથી તે માર્ગી થઈ જશે. શુક્રનું ગોચર અને શનિનું માર્ગી થવું રાશિ ચક્રની રાશિઓ પર પણ પ્રભાવ પાડશે. આ ગ્રહ ગોચર થયા પછી 12 નવેમ્બરે દિવાળી ઉજવાશે. જોકે આ ગ્રહ ગોચરના કારણે દિવાળી પહેલા જ કેટલીક રાશિના લોકો પર માતા લક્ષ્મીની મહેરબાની થવાની છે એટલે કે ગ્રહ ગોચરના કારણે આ રાશિના લોકોને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. તો ચાલો તમને જણાવીએ નવેમ્બર મહિનાનું આ ગ્રહ ગોચર કઈ રાશિઓનું ભાગ્ય ચમકાવશે.
આ પણ વાંચો:
આજનું ચંદ્રગ્રહણ બદલી દેશે આ રાશિના લોકોનું ભાગ્ય, વધશે પદ, પ્રતિષ્ઠા અને પૈસા
સપનામાં ગાયનું દેખાવું ભગવાન દેખાયા જેટલું શુભ, જાણો કેવા કેવા થાય છે લાભ
નવેમ્બર મહિનાની શરુઆતમાં શુક્રનું રાશિ પરિવર્તન, આ રાશિના લોકો દિવસ-રાત છાપશે રુપિયા
મેષ રાશિ
નવેમ્બર મહિનો મેષ રાશિના લોકો માટે લાભકારી રહેશે. આ રાશિના જાતકોને શાંતિ પ્રાપ્ત થશે અને ધન પણ વધશે. અટકેલા પૈસા પરત મળશે. શુક્ર અને શનિના પ્રભાવના કારણે જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર થશે. નોકરીમાં ફેરફાર કરવા ઇચ્છુક લોકોને નોકરીના અવસર મળશે.
વૃષભ રાશિ
નવેમ્બર મહિનો આ રાશિના લોકોના ભાગ્યમાં ચાર ચાંદ લગાડશે. અત્યાર સુધી પ્રગતિમાં જે સમસ્યાઓ આવી રહી હતી તે હવે દૂર થઈ જશે. તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો. ધન પ્રાપ્ત થશે જેના કારણે આર્થિક સ્થિતિ સુધરશે. મહેનતનું ફળ પ્રાપ્ત થશે.
Geeta Gyan: વ્યક્તિની આ 4 ઈચ્છા તેને કરે છે બરબાદ, સમય રહેતા સુધરી જવામાં છે ભલાઈ
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે માર્ગી શનિ અને શુક્રનું ગોચર સૌથી સારા સમયની શરૂઆત કરાવશે. તમને થોડી મહેનતથી પણ સફળતા પ્રાપ્ત થશે. અઢળક ધન લાભની સંભાવના છે. અટકેલું ધન પરત મળશે. જો કોઈ કોર્ટ કેસ છે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ચાર રાશિઓ માટે બનશે સંકટનું કારણ, બચવા માટે કરો આ ઉપાય
મકર રાશિ
શુક્ર અને શનિનું ગોચર મકર રાશિના લોકોને પણ જબરદસ્ત લાભ કરાવશે. શનિના પ્રભાવથી તમને નાણાકીય લાભ થશે. જેના કારણે ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. પૈતૃક સંપત્તિથી પણ લાભ થશે. નોકરી કરતા લોકોને બઢતી મળી શકે છે. વેપારમાં લાભ થવાની સંભાવના છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)