Shani Nakshatra Parivartan: વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ સમય સમય પર રાશિ પરિવર્તન કરે છે. તેવી જ રીતે ગ્રહોનું નક્ષત્ર પરિવર્તન પણ થાય છે. રાશિ પરિવર્તનની જેમ જ્યારે ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરે છે ત્યારે પણ દરેક રાશિના લોકોના જીવન પર અસર પડે છે. કર્મ ફળના દાતા શનિ પણ નક્ષત્ર પરિવર્તન કરીને શતભિષા ક્ષેત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે. શતભિષા નક્ષત્રનો સ્વામી રાહુ ગ્રહ છે. શનિ અને રાહુ મિત્ર ગ્રહ હોવાથી રાહુના નક્ષત્રમાં શનિનો પ્રવેશ શુભ ફળ આપી શકે છે. ખાસ કરીને શનિનો શતભિષા નક્ષત્રમાં પ્રવેશ ત્રણ રાશિના લોકોને શુભ ફળ આપશે. આ રાશિના લોકોને આવનારા સમયમાં અત્યંત લાભ થશે. તેમની ધન-સંપત્તિ વધશે અને કાર્યમાં પણ સફળતા મળશે. એમના જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો હોય તેમ સારા દિવસોની શરૂઆત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: December 2023: આજથી 28 ડિસેમ્બર સુધી રહેશે મહાધન યોગ, આ 3 રાશિના લોકો કમાશે અઢળક ધન


શનિનું નક્ષત્ર પરિવર્તન આ રાશિ માટે શુભ


મેષ રાશિ


મેષ રાશિના લોકોને શનિ ખૂબ લાભ કરાવશે. આ સમય દરમિયાન આવકમાં વધારો થશે અને ધન લાભના પણ નવા રસ્તા બનશે. વેપારમાં ઝડપથી કમાણી થશે. ધન સંપત્તિમાં વધારો થશે. સંતાન પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે. રોકાણ કરવાથી લાભ થશે. નવું ઘર કે ગાડી ખરીદી શકો છો.


આ પણ વાંચો: વર્ષ 2024 માં અમીર બનવું હોય તો નવા વર્ષનું કેલેન્ડર લગાડવામાં ન કરતાં આ ભુલો


વૃષભ રાશિ


વૃષભ રાશિના લોકો માટે પણ શનિનું નક્ષત્ર પરિવર્તન શુભ ફળદાય રહેશે. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે અને તે પણ શનિનો મિત્ર ગ્રહ છે તેથી વૃષભ રાશિના લોકો પર શનિ આ સમય દરમિયાન મહેરબાની રહેશે. આ રાશિના જાતકોને ધન લાભ થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપાર કરતા લોકોને નફો થશે અને નોકરીમાં પણ મોટું પદ મળી શકે છે. પરિવારમાં પ્રેમ અને ખુશીઓનું વાતાવરણ રહેશે. નોકરીનો પ્રસ્તાવ પણ મળી શકે છે.


આ પણ વાંચો: રાહુના નક્ષત્રમાં શનિના પ્રવેશથી આ રાશિને થશે લાભ, રુપિયાથી લબાલબ ભરેલી રહેશે તિજોરી


મકર રાશિ


મકર રાશિના લોકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન દરેક બાબતે શુભ ફળ આપનાર રહેશે. કામમાં સફળતા મળશે. બચત કરવામાં સફળ રહેશે. કમાણીની નવી તકો પ્રાપ્ત થશે. જે લોકો અવિવાહિક છે તેમને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે. અચાનક ક્યાંકથી ધન પ્રાપ્ત થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)