Vastu Tips: નવા વર્ષનું કેલેન્ડર ઘરમાં લગાડવામાં ન કરતા આ ભુલો, યોગ્ય દિશામાં રાખશો તો વર્ષ 2024 માં બનશો ધનવાન

Vastu Tips: નવા વર્ષે દરેક વ્યક્તિ ઘરમાં નવું કેલેન્ડર લગાડે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે કેલેન્ડર લગાડતા પહેલા પણ વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. વાસ્તુ અનુસાર જો ઘરમાં યોગ્ય દિશામાં કેલેન્ડર લગાડવામાં આવે તો ઘરના લોકોની પ્રગતિ થાય છે. 

Vastu Tips: નવા વર્ષનું કેલેન્ડર ઘરમાં લગાડવામાં ન કરતા આ ભુલો, યોગ્ય દિશામાં રાખશો તો વર્ષ 2024 માં બનશો ધનવાન

Vastu Tips: નવું વર્ષ શરૂ થવાને હવે થોડો જ સમય બાકી રહ્યો છે. એક મહિના પછી વર્ષ 2023 પૂરું થશે અને વર્ષ 2024 ની શરૂઆત થશે. નવા વર્ષની સાથે કેટલીક વસ્તુઓ પણ ઘરમાં બદલી જાય છે. જેમાં સૌથી મહત્વનું હોય છે કેલેન્ડર. નવા વર્ષે દરેક વ્યક્તિ ઘરમાં નવું કેલેન્ડર લગાડે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે કેલેન્ડર લગાડતા પહેલા પણ વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. ઘરમાં કેલેન્ડર લગાડવાના કેટલાક નિયમો વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર જો ઘરમાં યોગ્ય દિશામાં કેલેન્ડર લગાડવામાં આવે તો ઘરના લોકોની પ્રગતિ થાય છે. 

યોગ્ય દિશામાં લગાડેલું કેલેન્ડર વ્યક્તિના ભાગ્યને બદલી શકે છે અને વર્ષભર ઘરમાં સુખ સમૃદ્ધિ પણ રહે છે. જો ઘરમાં ખોટી દિશામાં કેલેન્ડર લગાડી દેવામાં આવે તો તેનાથી ઘરમાં વર્ષ દરમિયાન અલગ અલગ પ્રકારની સમસ્યાઓ આવે છે. તો ચાલો તમને જણાવીએ કે ઘરમાં કેલેન્ડર લગાડવાના વાસ્તુશાસ્ત્રના નિયમો કયા કયા છે.

કેલેન્ડર લગાડતી વખતે ન કરો આ ભૂલ

વાસ્તુ અનુસાર ઘરમાં નવા વર્ષનું કેલેન્ડર લગાડતી વખતે એક વાત ખાસ ધ્યાન રાખવી કે તેને દક્ષિણ દિશાની દીવાલ પર ન લગાવો. દક્ષિણ દિશામાં કેલેન્ડર લગાડવાથી ઘરના માલિકના શુભ કાર્યોમાં બાધા આવતી રહે છે અને તેનું સ્વાસ્થ્ય પણ ખરાબ રહે છે. આ સિવાય જુના કેલેન્ડરને પણ ઘરમાં સાચવી રાખવું નહીં તેનાથી પણ કાર્યમાં બાધા આવે છે.

વાસ્તુ અનુસાર એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે કેલેન્ડરને ક્યારેય મુખ્ય દરવાજાની પાછળની તરફ ન લગાડો. આમ કરવાથી પરિવારના લોકોને પ્રગતિ અટકી જાય છે. નવા વર્ષનું કેલેન્ડર એવું પણ ન હોવું જોઈએ જેમાં હિંસક કે દુઃખી ચહેરો જોવા મળે. આ સિવાય જુના કેલેન્ડરની ઉપર નવું કેલેન્ડર લગાવી દેવું નહીં. તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર વધે છે 

કેલેન્ડર લગાડવાની સાચી રીત

વાસ્તુશાસ્ત્ર અનુસાર કેલેન્ડરને હંમેશા ઘરની પૂર્વ, ઉત્તર કે પશ્ચિમ દિશાની દીવાલ પર લગાડવું જોઈએ. આ દિશા કેલેન્ડર લગાડવા માટે સૌથી ઉત્તમ છે તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર વધે છે અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઉગતા સૂર્યના રંગ જેવું લાલ કે લીલા રંગનું કેલેન્ડર લગાડવું શુભ માનવામાં આવે છે. આવું કેલેન્ડર પૂર્વ દિશા માં લગાડવું જોઈએ. જો કેલેન્ડરમાં વહેતી નદી, ઝરણા કે લીલોતરી કે પછી લગ્નની તસવીર હોય તો તેને ઉત્તર દિશામાં લગાડવું શુભ રહે છે. આ સિવાય ઘરમાં ગોલ્ડન કે સ્લેટી રંગના કેલેન્ડર લગાડવા પણ શુભ ગણાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news