Vakri Shani 2023 effects: જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા ગણવામાં આવ્યા છે. શનિદેવ કર્મોના આધારે ફળ આપે છે. આથી જે લોકો સારા કર્મો કરે છે તેમને શનિદેવ ધન દૌલત અને ખુશીઓથી નવાજે છે. જ્યારે ખરાબ કર્મો કરનારાઓને સજા પણ આપે છે. ગત 17 જૂનથી શનિદેવ વક્રી થયેલા છે અને તેઓ 4 નવેમ્બર સુધી ઉલ્ટી ચાલ ચલશે. ત્યારબાદ તેઓ માર્ગી થશે. શનિદેવનું કુંભ રાશિમાં વક્રી થવું એ તમામ 12 રાશિઓ પર સકારાત્મક કે નકારાત્મક અસર ક રશે. પરંતુ 3 રાશિવાળા એવા છે જેમના માટે શનિદેવની આ વક્રી ચાલ ખુબ ફાયદાકારક રહેશે. આ રાશિવાળાને શનિદેવની વક્રી ચાલ 4 નવેમ્બર સુધી લાભ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિની વક્રી ચાલની આ 3 રાશિવાળા પર જોવા મળશે સકારાત્મક અસર....


વૃષભ રાશિ
શનિદેવની વક્રી ચાલ વૃષભ રાશિવાળાને  ખુબ લાભ કરાવશે. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે અને તે શનિના મિત્ર છે. વૃષભ રાશિના જાતકોને શનિની ઉલ્ટી ચાલ કરિયરમાં ખુબ પ્રગતિ અપાવશે. નોકરીમાં આકર્ષક ઓફર મળી શકે છે. તમારી આવક વધી શકે છે. કારોબારનો વિસ્તાર થશે. બેરોજગારોને રોજગારી મળશે. આત્મવિશ્વાસ વધશે. તમારા તમામ કામ બનતા જશે.


તુલા રાશિ
તુલા રાશિનો સ્વામી પણ શુક્ર છે અને શનિની વક્રી ચાલ તુલા રાશિવાળાને ખુબ લાભ કરાવશે. તમને એક પછી એક અનેક સુખદ સમાચાર મળી શકે છે. કરિયરમાં દિન પ્રતિ દિન પ્રગતિ થશે. જીવનમાં વિલાસતા અને સુખ સુવિધા વધશે. તમે કિંમતી વસ્તુ ખરીદી શકો છો. તમને કોઈ મોટો અને અપ્રત્યાશિત લાભ થઈ શકે છે. 


મકર રાશિ
મકર રાશિના સ્વામી શનિદેવ છે અને શનિની વક્રી ચાલ મકર રાશિવાળાને લાભ કરાવશે. તે મકર રાશિવાળાને કામોમાં સફળતા અપાવશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે. અટકેલા કાર્યો પૂરા થશે. પદ અને પ્રતિષ્ઠા તથા સન્માન વધશે. કરિયરમાં આવેલો ઉછાળો તમને ખુશી આપશે. ઈચ્છિત પદોન્નતિ અને પૈસા મળી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube