Shani Rahu Yuti: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને રાહુ બંનેને પ્રભાવશાળી ગ્રહ છે. જ્યારે પણ શનિ અને રાહુનું ગોચર થાય છે તો તેની અસર દરેક રાશિને થાય છે. જેમાં શનિ સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે અને રાહુ હંમેશા ઉલટી દિશામાં ગતિ કરે છે. આ બંને ગ્રહોના નક્ષત્રમાં ફેરફાર થાય તો પણ તેની અસર દરેક રાશિને થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમકે હાલમાં શનિ કુંભ રાશિ અને શતભિષા નક્ષત્રમાં ભ્રમણ કરે છે. આગામી 17 ઓક્ટોબર સુધી શનિ આ નક્ષત્રમાં રહેશે. જેના કારણે શતભિષા નક્ષત્રમાં શનિ-રાહુની યુતિ સર્જાઈ છે. કારણ કે આ નક્ષત્રનો સ્વામી રાહુ છે. આ સ્થિતિમાં શનિ-રાહુની આ યુતિ 3 રાશિના જાતકો માટે અશુભ સાબિત થઈ શકે છે. 17 ઓક્ટોબર સુધી આ રાશિના લોકોએ સાવધાન રહેવું જરૂરી છે. 


આ પણ વાંચો:


Astro Tips: જમવાનું બનાવો ત્યારે કરી લેવું આ કામ, ધન-ધાન્યથી સમૃદ્ધ રહે છે ઘર


આ રાશિના જાતકોને મુશ્કેલીઓમાંથી મળશે રાહત, થશે અચાનક ધનલાભ અને કાર્યોમાં મળશે સફળતા


અમીર લોકોના ઘરમાં હોય જ છે 4 વસ્તુઓ, ધન આકર્ષતી આ વસ્તુઓ રાખી તમે પણ બની શકો છો અમીર


કન્યા રાશિ 
17 ઓક્ટોબર સુધી શનિ શતભિષા નક્ષત્રમાં હોવાના કારણે કન્યા રાશિના જાતકોને વધારે સાવધાન રહેવાની જરૂર છે. આ સમય દરમિયાન ખર્ચ અનેક ગણો વધી શકે છે. ધન હાનિ પણ શક્ય છે. કાર્યોમાં પણ નિષ્ફળતા મળી શકે છે જેના કારણે માનસિક તણાવમાંથી પસાર થવું પડી શકે છે. આ સમય દરમિયાન બિનજરૂરી વિવાદથી બચવું. નવી શરુઆત કરવાનું 17 ઓક્ટોબર સુધી ટાળવું.
 
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોને શનિ-રાહુની યુતિના કારણે નુકસાન સહન કરવું પડી શકે છે. નોકરી અને બિઝનેસમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર કામને લઈને વિવાદ થઈ શકે છે. 17 ઓક્ટોબર સુધી શનિ-રાહુની યુતિના કારણે શત્રુઓની સંખ્યા વધી શકે છે. આ સમય દરમિયાન અંગત સંબંધોમાં પણ સમસ્યા વધી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું.
 
મીન રાશિ
શતભિષા નક્ષત્રમાં શનિ-રાહુની યુતિના કારણે મીન રાશિ પર પણ ખરાબ પ્રભાવ જોવા મળી શકે છે. આ રાશિના જાતકોને કોઈ મોટું નુકસાન થઈ શકે છે. પરિવારમાં બીમાર આવી શકે છે જેના કારણે હોસ્પિટલના ખર્ચ વધી જશે. નોકરીયાત લોકો માટે આવનારા થોડા દિવસો તણાવપૂર્ણ રહી શકે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)