નવી દિલ્હીઃ શનિ દેવની ચાલ ભાગ્ય ચમકાવી શકે છે. કુંડળીમાં મજબૂત શનિની સ્થિતિ રંકને રાજા બનાવી શકે છે તો શનિની ખરાબ નજર કષ્ટ આપી શકે છે. શનિદેવ આવનારા 5 મહિનામાં કુંભ રાશિમાં બિરાજમાન રહી ગોચર કરશે. તો કેટલાક દિવસમાં શનિ માર્ગીથી વક્રી થવાના છે. શનિ દેવ 29 જૂનથી ઉલટી ચાલમાં ચાલવાનું શરૂ કરશે. શનિની વક્રી ચાલ 15 નવેમ્બર સુધી રહેવાની છે. આવો જાણીએ કુંભ રાશિમાં બિરાજમાન શનિ વક્રી થઈ કયાં જાતકોનું ભાગ્ય પલટી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષિક રાશિ
આવનારા 5 મહિના સુધી કુંભ રાશિમાં બિરાજમાન શનિ વૃશ્ચિક રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને આર્થિક લાભ થવાની સંભાવના છે. વેપારીઓને કોઈ ઈન્વેસ્ટર મળી શકે છે. લવ લાઇફમાં થોડા ઉતાર-ચઢાવ રહેશે, જેનો ઉકેલ વાતચીત દ્વારા લાવી શકાય છે. કરિયર લાઇફમાં ઘણા નવા ટાસ્ક મળી શકે છે, જે તમારા ગ્રોથમાં મદદ કરી શકે છે. 


તુલા રાશિ
શનિની ચાલ આવનારા પાંચ મહિનામાં તુલા રાશિના લોકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. શનિના શુભ પ્રભાવથી ઘણા કાર્યોમાં સફળતા મળશે. સમાજમાં તમારી પદ-પ્રતિષ્ઠા વધશે. આર્થિક મામલામાં તમારે સમજી વિચારી નિર્ણય લેવાની જરૂર છે. તો ઈન્વેસ્ટમેન્ટના ઘણા વિકલ્પ તમને આ દરમિયાન મળી શકે છે.


કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે કુંભ રાશિમાં બિરાજમાન શનિ આગામી પાંચ મહિનામાં ગુડ ન્યૂઝ લાવી શકે છે. તમારી લાઇફમાં પોઝિટિવિટી રહેશે. સ્વાસ્થ્યમાં થોડો ઉતાર-ચઢાવ રહેશે. તેથી હેલ્થ પર ધ્યાન આપવાની જરૂર છે. વિદ્યાર્થીઓને કોઈ શુભ સમાચાર મળી શકે છે. તો પરિવારના સભ્ય સાથે ફરવા જઈ શકો છો. આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે. 


આ જાતકો પર શનિની ખરાબ નજર
શનિની વક્રી ચાલના ખરાબ પ્રભાવને કારણે ચાર રાશિએ સંભાળીને રહેવાની જરૂર છે. મીન રાશિ, મકર રાશિ, કુંભ રાશિ અને મેષ રાશિના જાતકોને શનિ ગ્રહની ઉલટી ચાલ કષ્ટ આપી શકે છે.


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.