શનિની ઢૈય્યા કે સાડા સાતીથી હેરાન પરેશાન છો? ચોક્કસ અજમાવો આ ઉપાય, શનિદેવ પ્રસન્ન થશે
જ્યારે જીવનમાં શનિદેવનો પ્રકોપ ચાલુ હોય ત્યારે કેટલાક ઉપાયો અજમાવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. બગડેલા કામ સુધરતા જાય છે. જો તમે પણ શનિદેવની વક્રદ્રષ્ટિથી પરેશાન હોવ તો આ ઉપાયો અજમાવીને શનિદેવને પ્રસન્ન કરી શકો છો.
શનિદેવને ન્યાયના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શનિના પ્રકોપથી તો ભગવાન પણ બચી શક્યા નથી. આ જ કારણે તેઓ કર્મફળ દાતા પણ કહેવાય છે. જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય છે તે રંકમાંથી રાજા બને છે પરંતુ જેના પર ઢૈય્યા કે સાતાસાડી હોય છે તે વ્યક્તિ પર દરિદ્રતા છવાઈ જાય છે અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે જીવનમાં શનિદેવનો પ્રકોપ ચાલુ હોય ત્યારે કેટલાક ઉપાયો અજમાવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. બગડેલા કામ સુધરતા જાય છે. જો તમે પણ શનિદેવની વક્રદ્રષ્ટિથી પરેશાન હોવ તો આ ઉપાયો અજમાવીને શનિદેવને પ્રસન્ન કરી શકો છો.
આ ઉપાયો અજમાવો અને શનિદેવને કરો પ્રસન્ન
શનિવારના દિવસે હનુમાન ચાલીસાની સાથે જ સુંદરકાંડનો પાઠ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે સૂર્યાસ્ત બાદ હનુમાનજીની પૂજા કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.
- શનિદેવનની પૂજામાં સિંદૂર, સરસવનું તેલ, કાળા તલ લો. આ સાથે જ સરસવના તેલનો દીવો પીપળાના ઝાડ નીચે મૂકો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને કૃપા કરે છે.
- શનિવારના દિવસે કાળી ગાયની સેવા કરો. તેનાથી ઢૈય્યા અને સાડા સાતીનો પ્રકોપ ઓછો થાય છે. ગાયને ચારો કે રોટલી ખવડાવવાની સાથે જ તેના માથે કંકુથી ટીકો કરો. શીંગડા પર નાડાછડી બાંધવી પણ શુભ હોય છે.
- શનિવારના દિવસે સવારે ઉઠતા જ સ્નાન અને ધ્યાન કરો. કુશના આસન પર બેસો ત્યારબાદ પંચોપચારથી વિધિવત પૂજન કરો. રુદ્રાક્ષની માળાથી શનિના કોઈ પણ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરો. તેનાથી શનિદેવની વક્રદ્રષ્ટિ દૂર થાય છે. તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
- આ દિવસે ભૈરવબાબાની ઉપાસના કરવી એ પણ શુભ ગણાય છે. સાંજના સમયે તલના તેલનો દીવો કરો, તેમાં કાળા તલ પણ નાખો. તેનાથી શનિદોષથી મુક્તિ મળશે.
- શનિવારના દિવસે પીપળા કે વડના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો. આ સાથે દૂધ અને ધૂપ અર્પણ કરો. તેનાથી શનિની દશા યોગ્ય થાય છે. તેમની કૃપા પ્રાપ્ત થાય છે.
આ મંત્રનો જાપ કરો
- ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।
- ॐ शं शनैश्चराय नमः।
- ॐ निलान्जन समाभासं रविपुत्रं यमाग्रजम।
छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम॥
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube