Shani Transit: શનિની સ્થિતિ શુભ થવા પર વ્યક્તિને સુખ-સુવિધાઓનો લાભ મળે છે. તો શનિની ખરાબ સ્થિતિને કારણે સમસ્યા આવતી રહે છે. કર્મફળદાતા શનિ ખુબ ધીમી ગતિમાં ગોચર કરે છે. હાલ શનિ દેવ પોતાની કુંભ રાશિમાં બિરાજમાન છે, જે 2025 સુધી આ રાશિમાં રહેશે. 2024માં શનિદેવ રાશિ પરિવર્તન નહીં કરે પરંતુ વક્રી, માર્ગી, ઉદય અને અસ્ત થતા રહેશે. શનિની ચાલમાં ફેરફાર થવા પર દરેક રાશિઓ પર પ્રભાવ પડશે. તેથી આવો જાણીએ કુંભ રાશિમાં શનિના બિરાજમાન રહેવાથી કયાં જાતકોને ભાગ્યનો સાથ મળી શકે છે.
 
મેષ રાશિ
કુંભ રાશિમાં બિરાજમાન શનિ મેષ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કરિયર લાઇફમાં તમને ઘણા નવા ટાસ્ક મળી શકે છે, જે પૂરી મહેનતની સાથે કરવો તમારા માટે લાભદાયક રહેશે. ઘર પરિવારમાં મોજ મસ્તીવાળો માહોલ રહેશે. જીવનસાથીની સાથે થોડી અનબન થઈ શકે છે. તેથી પેશન્સની સાથે મામલા ઉકેલો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે કુંભ રાશિમાં બિરાજમાન શનિ લાભકારી સાબિત થઈ શકે છે. તમને આર્થિક લાભ થવાની સંભાવના છે. નોકરી કરનાર જાતકો અને વેપારીઓ માટે આ સમય શુભ રહેશે. લવ લાઇફમાં થોડો ઉતર-ચઢાવ રહેશે, જેનો વાતચીતથી ઉકેલ લાવી શકાય છે. કરિયર લાઇફમાં ઘણા ટાસ્ક મળી શકે છે, જે ગ્રોથમાં મદદ કરી શકે છે.


આ પણ વાંચોઃ 2024 Big Prediction : વર્ષ 2024, 12 મહિના માટે 12 મોટી ભવિષ્યવાણીઓ


તુલા રાશિ
કુંભ રાશિમાં બિરાજમાન શનિ તુલા રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. તમારા જીવનમાં પોજિટિવિટી બની રહેશે. રોકાણ કરવા માટે આ સમય ખુબ સારો માનવામાં આવી રહ્યો છે. સ્વાસ્થ્યમાં થોડો ઉતાર-ચઢાવ થતો રહેશે. તેથી હેલ્થ પર ધ્યાન આપવાની જરૂર છે. વિદ્યાર્થીઓને કોઈ ગુડ ન્યૂઝ મળી શકે છે. 


(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube