જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ નિશ્ચિત સમયગાળા બાદ રાશિ કે નક્ષત્ર પરિવર્તન કરતા હોય છે. આ તમામ ગ્રહોમાં શનિ ધીમી ગતિથી ભ્રમણ કરતો ગ્રહ છે. હાલ શનિ પોતાની  મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. આ સાથે જ આ રાશિમાં સૂર્ય અને બુધ ગ્રહ પણ આવશે. આવામાં કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. કુંભ રાશિમાં શનિ લગભગ 30 વર્ષ બાદ આવ્યો છે. આવામાં આ ત્રણે ગ્રહોની આ રીતની યુતિ 30 વર્ષે થઈ રહી છે. આ દુર્લભ યોગ બનવાથી કેટલીક રાશિઓને વિશેષ લાભ થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય અને 20 ફેબ્રુઆરીના રોજ બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ સાથે જ કુંભમાં શનિ અસ્ત અવસ્થામાં પણ છે. હવે ગ્રહોની આ સ્થિતિથી જેને લાભ થઈ શકે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
આ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ અગિયારમાં ભાવમાં થઈ રહ્યું છે. આવામાં આ રાશિના જાતકો માટે આ યોગ કોઈ ચમત્કારથી કમ નહીં હોય. આ રાશિના જાતકોને કરિયરમાં ખુબ લાભ થઈ શકે છે. પ્રસન્નતા છવાયેલી રહેશે. વિદેશમાં નોકરીની તક મળી શકે છે. જીવનમાં સંતુષ્ટિ પામો તેવા યોગ છે. કરિયરમાં પદોન્નતિની સાથે ધનલાભ થશે. વેપારની વાત કરીએ તો સારો એવો લાભ થઈ શકે છે. નવો વેપાર શરૂ કરી શકો છો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પૈતૃક સંપત્તિ કે પછી સટ્ટાબાજી દ્વારા  ખુબ કમાણી  થઈ શકે છે. પાર્ટનર સાથે સારો સમય વીતશે. 


વૃષભ રાશિ
આ રાશિમાં દશમા ભાવે ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આવામાં આ રાશિવાળા માટે આવકના નવા સ્ત્રોત ખુલશે. વિદેશમાં સંપત્તિ ખરીદવાનું સપનું પૂરું થશે. ભાગ્યનો ભરપૂર સાથ મળશે પછી તે બિઝનેસ હોય કે પછી અન્ય ક્ષેત્રમાં કરિયર. ખુબ મહેનત અને લગનનું ફળ મળશે. નોકરીમાં અપાર સફળતા મળી શકે છે. ઉચ્ચ અધિકારી તમારા કામને જોઈને ખુશ થઈ શકે છે. આવામાં તમને પદોન્નતિ અને ઈન્સેન્ટિવ મળવાના યોગ બની રહ્યા છે. વેપારની વાત કરીએ તો તમને સફળતા ચોક્કસ મળશે. આ સાથે જ કરાયેલા રોકાણમાં સારું રિટર્ન મળી શકે છે. વિદેશમાં વેપાર ફાયદો કરાવશે. તમારી રણનીતિઓ ભલભલા હરિફોને પછાડી શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો સારી  કમાણી કરવામાં સફળ થઈ શકો છો. તમારી મહેનતના દમ પર ખુબ પૈસા કમાશો. સંબંધોમાં પણ અનુકૂળ અસર થશે. 


મિથુન રાશિ
આ રાશિના નવમાં ભાવમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોને ડગલે ને પગલે  ભાગ્યનો સાથ મળશે. લાંબા અંતરની મુસાફરી કરી શકો છો. અપાર ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. ભાગ્યનો સાથ મળવાના કારણે દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. નોકરીમાં નવી તકો મળી શકે છે. કરિયરના ક્ષેત્રે પ્રમોશનની સાથે અન્ય લાભ મળી શકે છે. ઉચ્ચ નોકરી મેળવવાનું સપનું પૂરું થઈ શકે છે. વેપારની વાત કરીએ તો સારો નફો થઈ શકે છે. વિદેશમાં ઉચ્ચ સ્તરનો વિકાસ કરી શકો છો. વિદેશમાં વેપાર કરી રહેલા જાતકોને પણ ખુબ લાભ થાય તેવી શક્યતા છે. હરીફોને બરાબર ટક્કર આપશો. આર્થિક સ્થિતિ સારી રહેશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)