Shani Surya Yuti: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમયમાં પોતાની રાશિ બદલે છે. જ્યારે એક રાશિમાં બે ગ્રહ એક સાથે હોય છે ત્યારે ઘણી વખત અશુભ યુતિ પણ સર્જાતી હોય છે. આવી જ એક યુતિ ફેબ્રુઆરી મહિનાના સર્જાશે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ ભયંકર હશે. ગ્રહોના રાજા સૂર્ય 13 ફેબ્રુઆરીએ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં પહેલાથી જ શનિ ગોચર કરી રહ્યો છે. સૂર્યના કુંભ રાશિમાં પ્રવેશ પહેલા 11 ફેબ્રુઆરીએ શનિ અસ્ત થશે. 30 વર્ષ પછી કુંભ રાશિમાં શનિ અને સૂર્યની આ યુતિ સર્જાશે. આ યુતિ 14 માર્ચ 2024 સુધી રહેશે અને ત્યાં સુધી ત્રણ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર પડશે. કારણ કે આ રાશિના લોકોને ડગલેને પગલે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સોમવારથી શરુ થતું સપ્તાહ કેવું રહેશે 12 રાશિઓ માટે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ


કર્ક રાશિ


કર્ક રાશિના લોકોને આ સમય દરમિયાન સાવધાન રહેવાની જરૂર પડશે. તેઓ ડગલેને પગલે સમસ્યાઓનો સામનો કરશે. આ સમય દરમિયાન કાર્યોમાં નિષ્ફળતા મળવાની શક્યતા વધારે છે. કોઈપણ કામમાં બેદરકારી ભારે પડી શકે છે. આ સમય દરમિયાન ધન હાનિ પણ થઈ શકે છે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.


સિંહ રાશિ


સિંહ રાશિના લોકોએ પણ આ સમય દરમિયાન સંભાળીને રહેવું પડશે. ખાસ કરીને જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને સાવધાન રહેવું જરૂરી છે. આ સમય દરમિયાન શત્રુઓ પણ તમારા પર હાવી થશે અને તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. કોઈપણ બાબતમાં વિવાદમાં ન આવવું. આ સમય દરમિયાન કોઈ પાસેથી ધન ઉધાર લેવાથી પણ બચો.


આ પણ વાંચો:  અલગ અલગ પ્રકારના હોય છે શિવલિંગ, જાણો કયા શિવલિંગની પૂજા કરવાથી કેવું ફળ મળે?


કુંભ રાશિ


કુંભ રાશિના લોકોના જીવનમાં પણ સૂર્ય શનિની યુતિ નકારાત્મક પ્રભાવ પાડશે. વેપાર કરતા લોકોને નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોને કાર્યમાં મહેનત વધારે કરવી પડશે. આ સમય દરમિયાન અણધાર્યા ખર્ચમાં વધારો થશે. પરિવારના કોઈ સદસ્ય સાથે વિવાદ પણ થઈ શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)