નવા વર્ષમાં શનિદેવની ઉલ્ટી ચાલથી આ 3 રાશિવાળા રંકમાંથી રાજા બનશે, પૈસાનો વરસાદ થશે, બંપર લાભ થશે
Shani Retrograde 2024: શનિના કુંભ રાશિમાં ઉલટી ચાલ ચલવાથી કેટલીક રાશિના જાતકોને બંપર લાભ થઈ શકે છે. જાણો કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ....
કર્મફળદાતા અને ન્યાયના દેવતા શનિ સૌથી ધીમી ગતિથી ચાલનાર ગ્રહ મનાય છે. કારણ કે તેઓ એક જ રાશિમાં લગભગ અઢી વર્ષ રહે છે. આવામાં શનિનો પ્રભાવ દરેક રાશિના જાતકોના જીવ પર લાંબા સમય સુધી રહે છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2024માં શનિ રાશિ પરિવર્તન તો નહીં કરે. પરંતુ તેમની સ્થિતિમાં ફેરફાર જરૂર થશે. જેની અસર પણ દરેક રાશિના જાતકોના જીવનમાં સારી કે ખરાબ પડશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કર્મફળ દાતા શનિ 30 જૂન બપોરે 12.35 કલાકે વક્રી થશે જે 15 નવેમ્બર સાંજે 7.52 મિનિટ પર માર્ગી થઈ જશે. શનિની ઉલટી ચાલ ચાલવાથી નવેમ્બર સુધી કેટલીક રાશિવાળાએ સંભાળીને રહેવાની જરૂરી છે તો કેટલીક રાશિના જાતકોને બંપર લાભ થઈ શકે છે. જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ...
વૃષભ રાશિ
શનિની ઉલટી ચાલથી વૃષભ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો નવી નોકરીની શોધ પૂરી થઈ શકે છે. આ સાથે જ તમને તમારી મહેનતનું તમને ફળ મળશે. આવામાં બોનસ, ઈન્ક્રીમેન્ટ થઈ શકે છે અને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. માન સન્માનમાં વધારો થશે. પરિવારની સાથે સારો સમય વિતશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને બેંક બેલેન્સ વધશે. કારોબારમાં પણ નફો થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. પૈતૃક સંપત્તિમાં પણ લાભ મળી શકે છે.
તુલા રાશિ
આ રાશિમાં શનિ પાંચમા ભાવમાં ઉલટી ચાલ ચલશે. આવામાં આ રાશિના જાતકોને કરિયરમાં લાભ થશે. નવી નોકરીની શોધ કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે. તમામ પ્રકારના અટકેલા કામ એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે જ આર્થિક સ્થિતિ મજબૂત થશે. મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. કરિયરમાં આગળ વધવાના દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે.
સિંહ રાશિ
આ રાશિમાં શનિ સપ્તમ ભાવમાં વક્રી થશે. આવામાં આ રાશિના જાતકોને મિત્રો સાથે સારો સમય પસાર થશે. વેપારમાં પણ ખુબ નફા સાથે વધારાના ચાન્સ જોવા મળી રહ્યા છે. પ્રગતિ સાથે ખુબ પૈસા મળશે. લગ્નજીવનમાં ખુશીઓ છવાશે. નોકરીમાં પણ પ્રગતિ થવાના પૂરા ચાન્સ છે. નવી નોકરીની શોધ પૂરી થઈ શકે છે. આ વર્ષે તમને અપાર ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube