રાશિચક્રમાં 12 રાશિઓનું વર્ણન છે અને દરેક રાશિનો પોતાનો એક વિશેષ ગુણ હોય છે. આવામાં દરેક રાશિને કોઈને કોઈ દેવના આશીર્વાદ પ્રાપ્ત હોય છે. કેટલીક રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. આ રાશિઓના જીવનમાં કષ્ટ આવે તો છે પરંતુ શનિદેવ જલદી તેનું નિવારણ પણ કરે છે. શનિદેવને ગુસ્સો જલદી આવે છે. એટલા જ જલદી તેઓ પ્રસન્ન થાય છે. શનિદેવ જ્યારે શુભ પ્રભાવ પાડે છે ત્યારે જાતકોને ધન વૈભવ, સુખ શાંતિ, માન સન્માનની પ્રાપ્તિ થાય છે. ભગવાન શનિદેવ કઈ રાશિવાળા પર હંમેશા પ્રસન્ન રહે છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે શનિદેવને પ્રિય રાશિઓ.....


વૃષભ રાશિ
આ રાશિનો સ્વામી શુક્ર હોય છે. આ રાશિમાં શનિ કર્મ અને ભાગ્ય  ભાવના સ્વામી છે. આ સાથે જ શુક્ર સાથે મિત્રતાના ભાવમાં છે. આવામાં આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. આ રાશિના જાતકો પર સાડા સાતીનો દુષ્પ્રભાવ પણ ખુબ ઓછો હોય છે. શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોની કરિયર ખુબ સારી રહે છે તથા પદ પ્રતિષ્ઠા, સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ રહે છે. આ જાતકોના આર્થિક જીવનની વાત કરીએ તો તેમને ધનની કમી ક્યારેય પડતી નથી અને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. 


તુલા રાશિ
શનિદેવને તુલા રાશિ પણ અત્યંત પ્રિય છે. કારણ કે આ રાશિ શનિની ઉચ્ચ રાશિ છે. આવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળે છે. જો શનિની ઢૈય્યા અને સાડા સાતી હોય છે તો તેનો પ્રભાવ ખુબ ઓછો રહે છે. આવામાં શનિદેવની કૃપાથી આ રાશિના જાતકો દિવસ રાત ચારગણી પ્રગતિ કરે છે. શનિદેવની આરાધના કરવાથી આ રાશિના જાતકોના જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે. આથી દર શનિવારે શનિદેવની પૂજા કરવાની સાથે જ સરસવનું તેલ પણ અર્પણ કરો. 


મીન રાશિ
આ રાશિના સ્વામી ગુરુ બૃહસ્પતિ હોય છે અને આ રાશિ જળતત્વ છે. આ સાથે જ શનિ અને ગુરુ વચ્ચે મિત્રતાનો સંબંધ હોય છે. જેનાથી શનિદેવની કૃપા આ રાશિના જાતકો પર વિશેષ લાભ વરસાવે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવાની સાથે સાથે ધન ધાન્ય ભરપૂર રહે છે. અનેકવાર કોઈ કારણસર કૌટુંબિક સમસ્યા ભોગવવી પડે છે પરંતુ શનિદેવની કૃપાથી તમામ સમસ્યામાંથી પાર નીકળવા માટે સક્ષમ હોય છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)