ન્યાયના દેવતા શનિ ગુસ્સે થઈ જાય તો જીવન નરક બનતા સમય નથી લાગતો. એટલા માટે શનિદેવને પ્રસન્ન રાખવા ખૂબ જ જરૂરી છે. એટલે એવા કામ ન કરવા જોઈએ જેથી શનિદેવને ગુસ્સો આવે. હાલમાં, શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે અને 31 જાન્યુઆરી, 2023ના રોજ અસ્ત થવા જઈ રહ્યો છે. તેથી હવેથી આવા કાર્યો કરવાનું બંધ કરો અથવા એવી આદતોથી દૂર રહો જે શનિને નારાજ કરે છે. આવો જાણીએ એવા કયા કામ કે આદતો છે જેનાથી શનિદેવ નારાજ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિને નારાજ કરે છે આ આદતો


- પગને ઘસડીને ક્યારેય ના ચાલો. આવું કરનારાઓથી શનિદેવ હંમેશા પરેશાન કરે છે. જેના કારણે આ આવુ કરનારાઓને સારા ફળ નથી મળતા. રૂપિયાની હંમેશા તંગી જ રહેતી હોય છે. જીવનમાં અનેક પ્રકારની મૂંઝવણો આવે છે. બેઠા બેઠા પણ ક્યારેય પગ હલાવવા જોઈએ નહીં. આમ કરવાથી શનિ તકલીફ અને તણાવ આપે છે.


ચેક કરો તમારા હાથનો અંગૂઠો, તમે બુદ્ધિશાળી છો કે મંદબુદ્ધિ, ધનવાન રહેશો કે ગરીબ..


બુધવારે આ ઉપાયથી બદલાઈ જશે તમારી દુનિયા! બધા વિધ્નો દૂર કરશે વિધ્નહર્તા


દુશ્મન ગ્રહોની યુતિથી આ 4 રાશિવાળાના જીવનમાં ઉથલપાથલ સર્જાશે, 30 દિવસ સંભાળજો


વ્યાજે રૂપિયા આપનારને શનિ ક્યારેય નહીં છોડે. આવુ કરનારાઓ પર શનિની ખરાબ નજર રહે છે. અને ઘણુ નુકસાન પહોચાડે છે. 


જે લોકો ગંદકી ફેલાવે છે અને ગંદકીમાં રહે છે તેમને શનિના આશીર્વાદ નથી મળતા. આવા લોકોને શનિ હંમેશા રોગો, તકલીફ, આર્થિક તંગી અને નિષ્ફળતા જ આપે છે. આવા લોકોને મહેનત કર્યા પછી પણ પરિણામ નથી મળતું. જેથી ચોખ્ખાઈ રાખતા શીખો. 


જે લોકો બાથરૂમને ગંદો રાખે છે. અથવા રાત્રે રસોડામાં અથવા ઘરમાં એઠા વાસણો છોડે છે તેમને ના માત્ર શનિનો પ્રકોપ પણ સાથે સાથે રાહુનો પ્રકોપ પણ સહન કરવો પડે છે. આવા લોકોને તેમના કાર્યોમાં નિષ્ફળતા મળે છે. અને મહેનતનું ફળ મળતું નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube