Shani Gochar 2025: વર્ષ 2025 માં આ રાશિની સાડાસાતી થશે પુરી, શનિના રાશિ પરિવર્તનથી થશે મોટા ફેરફાર
Shani Gochar 2025: ટૂંક સમયમાં વર્ષ 2025 ની શરૂઆત થશે. વર્ષ 2025 માં માર્ચ મહિનામાં શનિ રાશિ બદલશે. શની કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. બૃહસ્પતિની રાશી મીનમાં શનિના પ્રવેશથી મકર રાશિના લોકોને સાડાસાતી પૂરી થઈ જશે.
Shani Gochar 2025: શનિ ગ્રહ જેને ન્યાયના દેવતા કહેવાય છે અને જે વ્યક્તિ સાથે તેના કર્મ અનુસાર ન્યાય કરે છે તે લાંબા સમયથી કુંભ રાશિમાં ગોચર કરે છે. શનિદેવ આગામી વર્ષ એટલે કે વર્ષ 2025 માં રાશિ પરિવર્તન કરશે. જ્યારે શનિ રાશી બદલે છે તો તેનો સારો અને ખરાબ પ્રભાવ દરેક રાશિ પર પડે છે. 29 માર્ચ 2025 ના રોજ રાત્રે 10: 07 કલાકે શનિ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિ બૃહસ્પતિની આધીન રાશિ છે. મીન રાશિમાં શનિના પ્રવેશથી. મકર રાશીના લોકોની સાડાસાતી પૂર્ણ થઇ જશે અને મેષ રાશિના લોકોની સાડાસતી શરૂ થશે. 30 વર્ષ પછી મેષ રાશિ પર શનિની સાડાસાતીનો પ્રભાવ પડશે.
આ પણ વાંચો: 24 દિવસમાં શુક્ર 3 વખત નક્ષત્ર બદલશે, મેષ સહિત 3 રાશિને થશે મહાલાભ, ભાગ્ય પલટી મારશે
શનિ ગ્રહ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. આ સમય દરમિયાન દરેક રાશિ પર તેનો પ્રભાવ પડતો રહે છે. જ્યારે શની મીન રાશિમાં પ્રવેશ કરશે તો મેષ રાશિ માટે સાડાસાતીનું પહેલું ચરણ શરૂ થશે, મીન રાશિ પર બીજું ચરણ, કુંભ રાશિ પર અંતિમ ચરણનો પ્રભાવ રહેશે. મીન રાશિમાં શનિના પ્રવેશથી વૃશ્ચિક રાશિ માટે શનિની ઢૈયા સમાપ્ત થઈ જશે અને ધન રાશિ પર ઢૈયાનો પ્રારંભ થશે. આ રાશિ પરિવર્તનથી કર્ક રાશિનો કંટક શનિનો પ્રભાવ પૂર્ણ થશે અને સિંહ રાશિ પર આ પ્રભાવ શરૂ થશે.
આ પણ વાંચો: ભંગ થયા બાદ ફરી સર્જાયો શશ રાજયોગ, શનિ કૃપાથી ભરાઈ જશે આ 3 રાશિવાળાઓની તિજોરી
મકર રાશિ માટે શનિનું ગોચર શુભ
મકર રાશિના સ્વામી શનિદેવ પોતે છે. આ ગોચર દરમિયાન શનિ ત્રીજા ભાવમાં હોવાથી આ રાશિ માટે શનિ શુભ છે. મકર રાશીના લોકોની સાડાસાતી વર્ષ 2025 માં પૂર્ણ થઈ જશે. આ સમય દરમિયાન મિત્રોની સંખ્યા વધશે અને સંતાન સંબંધિત ચિંતાથી મુક્તિ મળશે. વેપારીઓની મહેનત રંગ લાવશે અને કરેલા પ્રયત્ન સફળ થશે.
આ પણ વાંચો: Agarbatti: પૂજા સમયે અગરબત્તી કરવી શુભ કે અશુભ ? જાણો અગરબત્તી કરવાના સાચા નિયમ વિશે
શનિ સંબંધિત દોષ દૂર કરવાના ઉપાય
શનિની સાડાસાતી અને ઢૈયા દરમ્યાન જે સંકટ અને કષ્ટ ભોગવવા પડે છે તેનાથી રાહત મેળવવા માટે શનિવારનું વ્રત કરવું જોઈએ અને શનિ સંબંધિત પૂજા-પાઠ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી લાભ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)