જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને વિશેષ  સ્થાન પ્રાપ્ત છે. શનિદેવના અશુભ પ્રભાવોથી દરેક ભયભીત રહેતા હોય છે. શનિદેવ ન્યાયના દેવતા તરીકે પણ ઓળખાય છે. જે કર્મના આધારે ફળ આપે છે. આથી તેઓ માત્ર અશુભ ફળ આપે છે એવું નથી. શનિદેવ શુભ ફળ આપે છે. શનિદેવના શુભ હોવા પર વ્યક્તિનું જીવન રાજા સમાન થાય છે. હાલ શનિદેવ કુંભ રાશિમાં વક્રી દશામાં છે. 3 નવેમ્બર સુધી તેઓ વક્રી અવસ્થામાં જ રહેશે. 4 નવેમ્બરે શનિદેવ માર્ગી થશે. શનિદેવ માર્ગી થશે ત્યારે કેટલીક રાશિઓનો ભાગ્યોદય થઈ જવાનો છે. શનિદેવના માર્ગી થવાથી કોને ફાયદો થશે તે ખાસ જાણો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ

- વૃષભ રાશિવાળા પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. 
- આર્થિક પક્ષ મજબૂત થશે. 
- ખર્ચામાં ઘટાડો થશે. 
- લેવડદેવડ માટે સમય ખુબ શુભ રહેશે. 
- રોકાણ કરવાથી લાભ થશે. 
- નવા કામની શરૂઆત થઈ શકે છે. 
- નોકરી ધંધા માટે આ સમય વરદાનથી જરાય કમ ન કહી શકાય. 


મિથુન રાશિ

- મિથુન રાશિવાળા માટે શનિનું માર્ગી થવું એ ખુબ જ શુભ રહેશે. 
- આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળશે. 
- તમે નવું મકાન કે ઘર ખરીદી શકો છો. 
- લેવડદેવડ માટે શુભ સમય છે. 
- આર્થિક સ્થિતિ ખુબ સારી રહેશે. 
- માતા લક્ષ્મીની કૃપાથી તમામ બગડેલા કામો પાર પડશે. 


સિંહ રાશિ

- આર્થિક રીતે સિંહ રાશિવાળા માટે શનિનું માર્ગી થવું એ ખુબ શુભ રહેશે. 
- નવું મકાન કે વાહન ખરીદી શકો છો. 
- વેપાર માટે આ સમય ખુબ શુભ છે. 
- ધન લાભ થશે. 
- માતા લક્ષ્મીની વિશેષ કૃપા થશે. 
- સિંહ રાશિવાળા કેટલાક નવા કામો શરૂ કરી શકે છે. 


કન્યા રાશિ

- કન્યા રાશિવાળાનો આર્થિક પક્ષ મજબૂત થશે.
- રોકાણ કરવાથી લાભ થશે. 
- માતા લક્ષ્મીની કૃપાથી ધન લાભ થશે. જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે. 
- વેપારી વર્ગ માટે આ સમય કોઈ વરદાનથી કમ નથી. 
- કન્યા રાશિવાળા માટે માઘ પૂર્ણિમાનો દિવસ અત્યંત શુભ રહેશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube