Shaniwar Ke Upay: હિંદુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મ અનુસાર ફળ આપનાર કહેવાય છે. વ્યક્તિના સારા અને ખરાબ કર્મોનો હિસાબ શનિદેવ કરે છે અને તે પ્રમાણે તે જાતકને ફળ આપે છે. સારા કર્મ કરનારને શનિ સારું ફળ આપે છે અને ખરાબ કર્મ કરનારને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી અને કેટલાક ચમત્કારી પણ એકદમ સરળ ઉપાયો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને સફળતાના રસ્તામાં આવતી બાધાઓ દુર થવા લાગે છે. આ ઉપાયમાં સરસવનું તેલ મુખ્ય છે. 


આ પણ વાંચો: દૈનિક રાશિફળ 31 ઓગસ્ટ: વૃશ્ચિક, ધન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, આજનું રાશિફળ


સરસવના તેલનું વિશેષ મહત્વ છે. શનિવારે સૂર્યાસ્ત પછી જો સરસવના તેલનો આ ઉપાય કરવામાં આવે છે કે વ્યક્તિનું ભાગ્ય પલટી મારે છે. તેના માટે સૂર્યાસ્ત પછી સરસવના તેલનો દિવો કરવાનો હોય છે. પરંતુ આ દિવો નિયમપૂર્વક કરવો પડે છે. 


શનિવારનો ચમત્કારી ઉપાય


આ પણ વાંચો: ઘરની તિજોરીમાં ફટકડી રાખવાથી શું થાય ? જાણો અને આજે જ તમે પણ લોકરમાં મુકી દો 1 ટુકડો


શાસ્ત્રો અનુસાર શનિવારે શનિદેવ સામે દીવો કરવાથી શુભ ફળ મળે છે અને વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ છે તો તેણે આ ઉપાય કરવો જોઈએ. તેના માટે શનિવારે સૂર્યાસ્ત પછી પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. દીવો કર્યા પછી પાછળ ફરીને ન જોવું. 


સુંદરકાંડનો પાઠ


આ પણ વાંચો: બુધ ગ્રહનો કર્ક રાશિમાં થયો ઉદય, 3 રાશિઓનું નોકરીમાં વધશે પદ અને મળશે અઢળક ધન


શાસ્ત્રો અનુસાર શનિવારે સાંજે બજરંગબલીને ફૂલની માળા ચઢાવીને તેમની સામે દીવો કરી સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. તેનાથી શનિ દોષ અને અશાંત ગ્રહોનો દોષ દુર થાય છે. અને અશાંત ગ્રહોના ખરાબ પ્રભાવથી છુટકારો મળે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)