Shaniwar Upay: શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેઓ કર્મનું ફળ આપનાર છે. એટલે કે વ્યક્તિ જે કર્મ કરે છે તે પ્રમાણે તેને શનિદેવ યોગ્ય ફળ આપે છે. શનિવારનો દિવસ શનિદેવની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. કહેવાય છે કે જે લોકો શનિવારે આ ત્રણ અચૂક ઉપાય કરે છે, તેમના જીવનમાં ધનનો વરસાદ થવામાં સમય નથી લાગતો. આજે તમને શનિદેવને પ્રસન્ન કરવાના શનિવારના આ અચૂક ઉપાયો જણાવીએ. આ ઉપાય કોઈપણ શનિવારે કરી શકાય છે. તેને કરવાથી મહેનતનું ફળ પણ પ્રાપ્ત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારના અચૂક ઉપાયો


આ પણ વાંચો:


સૂર્ય ગ્રહણ સાથે ત્રિગ્રહી યોગ, આ 5 રાશિના લોકોની લાગશે લોટરી, અચાનક મળશે ધન


રવિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, ગરબાની સ્થાપના માટે આ 46 મિનિટનો સમય શુભ


14 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસ, લીંબુના આ ટોટકા કારર્કિદીમાં અપાવશે સફળતા, પિતૃ થશે શાંત


સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે


શાસ્ત્રો અનુસાર જો તમે ઈચ્છો છો કે તમારું ઘર સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે તો શનિવારના દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન કર્યા પછી કોઈ વડના ઝાડ પાસે જવું. ત્યાં તમે વડના ઝાડમાં હળદરની ગાંઠ બાંધો. આ ઉપાય કરવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધવા લાગે છે. જ્યારે ઘરમાં પૈસા આવવા લાગે તો તે ઝાડમાંથી હળદરની ગાંઠ ખોલી દેવી અને તેને ઘરે લાવી તિજોરીમાં મુકી દેવી.


ધનની આવક વધારવા


જો તમે દિવસ-રાત મહેનત કરો છો પણ તે પ્રમાણમાં પરિણામ ન મળતું નથી તો તમારે શનિવારે દેવી લક્ષ્મીની મૂર્તિની સામે લોટના બનેલા 11 દીવા કરવા જોઈએ. સતત 11 દિવસ સુધી આ દીવો કર્યા પછી 11 નાની છોકરીઓને ભોજન કરાવો અને તેમને મહેંદી, એક સિક્કો અને સફેદ રૂમાલ ભેટમાં આપો. આમ કરવાથી તમારી મહેનતનું ફળ તમને મળવા લાગશે.


કાર્યમાં આવતી બાધા દુર કરવા


જે લોકોનું કામ વારંવાર અટકી જાય છે અથવા તો કાર્યમાં બાધા આવે છે તેમણે શનિવારે 1.25 કિલો ગોળ અને 1.25 કિલો લોટની રોટલી બનાવી સૂર્યાસ્ત પછી દૂધ આપતી ગાયને ખવડાવવી જોઈએ. સતત 7 શનિવાર આ ઉપાય કરવાથી કામ આપોઆપ થઈ જાય છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)