Sharad Purnima 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે શરદ પૂર્ણિમાની તિથિ 28 ઓક્ટોબરે આવી રહી છે. શાસ્ત્રોમાં શરદ પૂર્ણિમાના વિશેષ મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે શરદ પૂર્ણિમા પર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ થવાનું છે. જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંતોનું કહેવું છે કે આ વખતે આ શરદ પૂર્ણિમા પર અત્યંત દુર્લભ સંયોગો બની રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 વર્ષ બાદ શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થવાની સાથે ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. આ યોગ 4 રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને લાભકારી સાબિત થસે. તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે રાત્રે 11:32 વાગ્યે શરૂ થશે અને મોડી રાત્રે 3:36 વાગ્યે સમાપ્ત થશે. જાણો આ શુભ યોગની અસર કઈ કઈ રાશિઓ પર થશે.
 
શરદ પૂર્ણિમાના દિવસે આ રાશિના જાતકોને થશે લાભ


આ પણ વાંચો:


રાહુનું ગોચર આ લોકોના જીવનમાં મચાવશે હાહાકાર, એક પછી એક સમસ્યાનો કરવો પડશે સામનો


તમારી તિજોરીમાં પણ હોય આ વસ્તુઓ તો તુરંત કરી દેજો બહાર, નહીં તો હંમેશા રહેશો કંગાળ


Navami Upay: જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે નવમી પર કરો આ ઉપાય, દરેક સમસ્યા થશે દુર


વૃષભ રાશિ


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે બનવા જઈ રહેલો આ દુર્લભ સંયોગ વૃષભ રાશિના લોકોના જીવન પર શુભ પ્રભાવ પાડશે. પરિણામે નોકરી-ધંધામાં પડતી સમસ્યાઓનો અંત આવશે. આ સમય અટકેલા કામ પૂરા કરવામાં મદદ મળશે. કારકિર્દીમાં ઉન્નતિના માર્ગો ખુલી જશે. પગાર વધારાનો લાભ મળશે. આ સમયે અણધાર્યો ધન લાભ પણ થઈ શકે છે.


મિથુન રાશિ


ચંદ્રગ્રહણ પર બનેલા જઈ રહેલો ગજકેસરી યોગ આ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. તમને ગ્રહણ તમને શુભ પરિણામો આપશે. માનસિક તણાવમાંથી રાહત મળશે. વ્યર્થ ખર્ચ પર અંકુશ આવશે. આ સમય દરમિયાન બેંક બેલેન્સ વધશે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. વેપારમાં તમને ઘણો ફાયદો થશે. દિવસ-રાત ધનનો પ્રવાહ વધશે.


કન્યા રાશિ 
 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા રાશિના લોકો માટે 28 ઓક્ટોબર ખૂબ જ શુભ અને વિશેષ માનવામાં આવે છે. આ લોકોને આ દિવસે ઘણો ફાયદો થશે. દુર્લભ સંયોગના કારણે તમને મોટા દેવામાંથી રાહત મળી શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કરીને તમે લાંબા સમય સુધી નફો મેળવશો. નોકરીમાં પગાર વધારો થવાની સંભાવના છે. ચંદ્રગ્રહણ શારીરિક, માનસિક અને આર્થિક જીવન માટે શુભ રહેશે.


કુંભ રાશિ


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકોને ચંદ્રના પ્રભાવથી દરેક કાર્યમાં સફળતા મળશે. આ સમયગાળા દરમિયાન વેપારમાં જબરદસ્ત આર્થિક લાભ થશે. આર્થિક લાભ થવાની શક્યતાઓ છે. આ સમયે અણધાર્યા નાણાંકીય લાભ થશે. પૈતૃક સંપત્તિમાંથી લાભ મળવાની સંભાવના છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ વધશે. નોકરી અને વ્યવસાયમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)