Navratri 2023: રવિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, ગરબાની સ્થાપના માટે આ 46 મિનિટનો સમય શુભ
Navratri 2023: ધાર્મિક નિષ્ણાંતોના મતે શારદીય નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી 15મી ઓક્ટોબરથી શરુ થશે અને 9 દિવસ દરમિયાન માં દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. નવરાત્રીનો તહેવાર કળશ સ્થાપના સાથે જ શરૂ થાય છે. આ સ્થાપના શુભ મુહૂર્તમાં કરવી જરૂરી હોય છે.
Navratri 2023: સનાતન ધર્મમાં શારદીય નવરાત્રીનો વિશેષ મહિમા છે. આ વર્ષે 15મી ઓક્ટોબર અને રવિવારથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પિતૃપક્ષ પછી આવતી આ નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક નિષ્ણાંતોના મતે શારદીય નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી 15મી ઓક્ટોબરથી શરુ થશે અને 9 દિવસ દરમિયાન માં દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે.
કળશ કે ગરબાની સ્થાપના માટેનો શુભ સમય
આ પણ વાંચો:
14 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસ, લીંબુના આ ટોટકા કારર્કિદીમાં અપાવશે સફળતા, પિતૃ થશે શાંત
Lizard Falls: શરીરના આ અંગ પર ગરોળીનું પડવું ગણાય છે અશુભ, થાય છે ધન હાનિ
Rahu Gochar 2023: રાહુના રાશિ પરિવર્તન પછી શરુ થશે શુભ સમય, નોકરીમાં પ્રમોશન પાક્કુ
ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિના પહેલા દિવસે ઘરમાં ગરબા કે કલશની સ્થાપના કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવરાત્રીનો તહેવાર કળશ સ્થાપના સાથે જ શરૂ થાય છે. આ વખતે નવરાત્રિમાં ગરબાની સ્થાપના માટેનો શુભ સમય 15 ઓક્ટોબરે સવારે 11:44 થી બપોરે 12:30 સુધીનો છે. એટલે કે રવિવાર કળશ સ્થાપના માટે માત્ર 46 મિનિટનો શુભ સમય છે.
કયા દિવસે માતાના કયા સ્વરુપની પૂજા કરવી ?
15 ઓક્ટોબર 2023: મા શૈલપુત્રી
16 ઓક્ટોબર 2023: મા બ્રહ્મચારિણી
17 ઓક્ટોબર 2023: મા ચંદ્રઘંટા
18 ઓક્ટોબર 2023: મા કુષ્માંડા
19 ઓક્ટોબર 2023: મા સ્કંદમાતા
20 ઓક્ટોબર 2023: મા કાત્યાયની
21 ઓક્ટોબર 2023: મા કાલરાત્રી
22 ઓક્ટોબર 2023: મા મહાગૌરી
23 ઓક્ટોબર 2023: મહાનવમી
24 ઓક્ટોબર 2023: વિસર્જન
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)