પિતૃપક્ષ શરૂ થઈ ચૂક્યા છે. વર્ષમાં 16 દિવસ માટે આવતા આ પિતૃપક્ષમાં દાનનું વિશેષ મહત્વ છે. જે પણ વ્યક્તિ પિતૃપક્ષમાં દાન કરે છે તેને તેમના પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ખુબ પ્રગતિ થાય છે અને સફળતા મળે છે. પિતૃઓના આત્માને શાંતિ મળે છે. પરંતુ આ દરમિયાન કેટલીક ચીજોનું ભૂલેચૂકે પણ દાન કરવું જોઈએ નહીં. આ ચીજોનું દાન કરવાથી પિતૃઓ નારાજ થાય છે અને આ સાથે જ પિતૃદોષ લાગતા ખરાબ સમય શરૂ થઈ જાય છે. વ્યક્તિએ પિતૃઓના ગુસ્સાનો સામનો કરવો પડે છે. તેનાથી બચવા માટે ભૂલેચૂકે આ 5 વસ્તુઓનું દાન કરવું જોઈએ નહીં. જાણો આ 5 વસ્તુઓ વિશે...જે પિતૃપક્ષમાં દાન કરવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતૃપક્ષમાં તેલ દાન ન કરવું જોઈએ
પિતૃપક્ષમાં ભૂલેચૂકે સરસવનું તેલ દાન કરવું જોઈએ નહીં. એવું કહેવાય છે કે પિતૃપક્ષમાં આમ કરવાથી પિતૃઓની નારાજગીનો ભાગીદાર બનાવે છે. આ સમય દરમિયાન ભૂલેચૂકે કોઈને તેલનું દાન ન કરવું જોઈએ. તેનાથી પિતૃદોષ લાગી શકે છે. આ સાથે જ વ્યક્તિને જીવનમાં સંકટોનો સામનો કરવો પડી શકે છે. 


કોઈને જૂના કપડાં ન આપો
પિતૃપક્ષમાં દાન કરવું શુભ હોય છે. પરંતુ ભૂલેચૂકે કોઈને જૂના કપડાંનું દાન કરવું જોઈએ. કપડાં અને બેકાર પડેલા જૂતા ચપ્પલ દાન કરવાથી ઉલ્ટું પાપ લાગે છે. પિતૃદોષની સાથે જ રાહુ દોષ લાગે છે. આ વ્યક્તિનું જીવન કષ્ટોથી ભરાઈ જાય છે. આથી વ્યક્તિએ પિતૃપક્ષમાં કોઈ પણ જૂના કપડાંનું દાન કરવું જોઈએ નહીં. જીવનમાં બાધા બની શકે છે. 


એંઠું ભોજન કે વધેલું ભોજન
પિતૃપક્ષમાં અન્ન દાન મહાદાન મનાય છે. ખુબ જ શુભ અને શાંતિ આપે છે પરંતુ ભૂલેચૂકે કોઈને પણ એઠું કે ખરાબ થઈ ગયેલું ભોજન આપવું જોઈએ નહીં. પાપના ભાગીદાર બનવું પડે છે. પિતૃઓ નારાજ થાય છે. ઘરમાં પિતૃદોષ લાગે છે. જે તમામ પ્રયત્નો છતાં દૂર થતો નથી. પિતૃઓને ખુશ કરવા માટે કોઈને પણ સારું ભોજન આપવું જોઈએ. 


કાળા કપડાંનું દાન ન કરવું
પિતૃપક્ષ દરમિયાન વ્યક્તિએ ક્યારેય કાળાં કપડાંનું દાન કરવું જોઈએ નહીં. કાળાની જગ્યાએ સફેદ રંગના કપડાંનું દાન કરવું શુભ મનાય છે. સફેદ રંગના કપડાં દાન કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. પિતૃઓ પણ આશીર્વાદ આપે છે. વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે. 


લોઢાના વાસણ દાનમાં ન આપવા
પિતૃપક્ષ દરમિયાન વાસણોનું દાન શુભ મનાય છે. પરંતુ લોખંડના વાસણ દાનમાં આપવા નહીં. લોઢાના વાસણ દાન કરવાથી પાપ લાગે છે. પિતૃઓ નારાજ થાય છે. પિતૃદોષ લાગી શકે છે. સ્ટીલના વાસણ આપવા જોઈએ. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)