Shukrawar Ke Upay: હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર અને પૂજનીય ગણાય છે. આ મહિનામાં ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. શિવ પૂજા કરવા માટે શ્રાવણ મહિનાનો દરેક દિવસ ખાસ હોય છે. પરંતુ સોમવારના દિવસે શિવજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય શ્રાવણ મહિનાનો શુક્રવાર પણ વિશેષ હોય છે. ખાસ કરીને એવા લોકો માટે જેઓ આર્થિક તંગીથી પરેશાન છે. જેમના જીવનમાં ધનની ખામી હોય છે તેઓ શ્રાવણ મહિનાના શુક્રવારને ફળદાયી બનાવી શકે છે. શ્રાવણ મહિનાના શુક્રવારે સાંજના સમયે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય કરી શકાય છે. 


આ પણ વાંચો: નાગ પંચમીના દિવસે ભુલથી પણ ન બનાવવી રોટલી, રાહુ-કેતુ અને કાલસર્પ દોષ છોડશે નહીં પીછો


આજે તમને શ્રાવણ મહિનામાં શુક્રવારે કરવાના કેટલાક ઉપાયો જણાવીએ. આ ઉપાય શુક્રવારની સાંજે કરવા જોઈએ. અહીં દર્શાવેલા ઉપાયોમાંથી કોઈ 1 ઉપાય કરવાથી પણ પૈસાની ખામી દૂર થાય છે. શ્રાવણ મહિનામાં શુક્રવારે આ ઉપાય કરી લેવાથી ધનપ્રાપ્તિના રસ્તા રાતો રાત ખુલી જાય છે. તો ચાલો તમને પણ જણાવીએ શ્રાવણ મહિનાના શુક્રવારે કરવાના ચમત્કારી ઉપાયો વિશે. 


શ્રાવણ મહિનાના શુક્રવારના ઉપાય 


આ પણ વાંચો: આજે સર્જાયો શનિના અંક 8 નો દુર્લભમાં દુર્લભ સંયોગ, આ રાશિવાળાઓને ફળશે એન્જલ નંબર 888


1. જો તમે દિવસ-રાત મહેનત કરતા હોય તેમ છતાં તમારા ઘરમાં ધન ટકતું ન હોય તો પવિત્ર શ્રાવણ મહિનામાં આવતા શુક્રવારે સાંજના સમયે માતા લક્ષ્મીની પૂજા કરો. શુક્રવારની સાંજે સ્નાન કરી સ્વચ્છ કપડાં ધારણ કરી લક્ષ્મીજીની પૂજા કરો અને તેમને 5 એલચી અર્પણ કરો. પૂજા પછી આ એલચીને પર્સ અથવા તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે અને ઘરમાં ધનની આવક વધવા લાગે છે. 


આ પણ વાંચો: Astro Upay: ગણતરીના દિવસોમાં દુર થઈ જશે ગરીબી, ઘરની આ 3 જગ્યાએ રાખી દો આ સફેદ વસ્તુ


2. શ્રાવણ મહિનાના શુક્રવારની સાંજે મંદિરમાં જઈ શિવલિંગની પૂજા કરીને 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ત્યાર પછી ત્યાંજ બેસી 108 વખત લક્ષ્મી મંત્રનો જાપ કરો. શિવ મંદિરમાં જઈને આ ઉપાય કરવાથી શિવજી અને માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. 


3. શ્રાવણ મહિનાના શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીની પૂજા કરી તેમની સામે ઘીનો દીવો કરો. માતા લક્ષ્મીને આ દિવસે ખીરનો ભોગ ધરાવો. આ રીતે પૂજા કરવાથી પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આર્થિક તંગીથી છુટકારો મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)