Shravan Month 2022 Horoscope: શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે. આ મહિના પહેલા ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાં લીન થઈ જાય છે અને ભગવાન શિવ સંસારનું સંચાલન સંભાળે છે. આ વર્ષે શ્રાવણ માસ 23 જુલાઈથી 22 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન શિવભક્તો પવિત્ર નદીઓના જળથી ભગવાનનો અભિષેક કરે છે. ખાસ પૂજા-પાઠ કરે છે. સોમવારના વ્રત રાખે છે. ભોળાનાથની કૃપા મેળવવા માટે ભક્તો આ મહિનામાં વિવિધ પ્રકારના પ્રયત્નો કરે છે. આ વર્ષે શ્રાવણ માસ આ ત્રણ રાશિઓના જાતકો માટે ઘણી ભેટ-સોગાત લઇને આવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રાવણ માસ આ રાશિના જાતકો માટે શુભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રાવણ માસમાં ગ્રહોની સ્થિતિ ખાસ રહેશે અને ખાસ કરીને આ 3 રાશિના જાતકો માટે ખુબ જ શુભ અને ફળદાયી સાબિત થશે.


મેષ: મેષ રાશિના જાતકો માટે આ સમય ખુબ જ શુભ સાબિત થવાનો છે. શિવજીની કૃપાથી ઘણી ભેટ મળશે. નોકરી-ધંધામાં પ્રગતિ થશે. કોઈ મોટી ઉપલબ્ધી પ્રાપ્ત થશે. ધન લાભ થશે. સન્માન મળી શકે છે. શ્રાવણ માસના સોમવારે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી શુભ ફળ મળી શકે છે.


મિથુન: મિથુન રાશિના જાતકો માટે શ્રાવણ માસ ખુબ લાભદાયક સાબિત થઈ શકે છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને ભોળાનાથની કૃપાથી નવી નોકરી મળી શકે છે. પ્રમોશનની ઇચ્છા રાખતા જાતકોની પણ ઇચ્છા પૂરી થઈ શકે છે. વ્યાપારીઓ માટે પણ આ સમય ખુબ જ સારો છે. શ્રાવણ માસમાં શિવજીની બને એટલી આરાધના કરો.


મકર: મકર રાશિના જાતકો પર શ્રાવણ માસમાં શિવજીની ખુબ જ કૃપા જોવા મળશે. તેમને નોકરી-ધંધામાં મોટા આર્થિક લાભ થઈ શકે છે. કેટલાક જાતકોને નવી નોકરી મળી શકે છે. આ મહિને જીવનસાથી સાથે સારું રહેશે. શ્રાવણ માસમાં શિવજીનો વિધિ-વિધાન સાથે જળાભિષેક કરવાથી ઘણા લાભ થઈ શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારીત છે. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube