અમદાવાદ: પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. આમ તો આખો શ્રાવણ મહિનો વ્રત, પૂજા અને આરાધના માટે અત્યંત શુભ ગણાય છે પરંતુ સોમવારનું એક આગવું મહત્વ છે. આજના દિવસે જો વિધિ વિધાનથી ભોલેનાથની પૂજા કરવામાં આવે તો તમામ કષ્ટો દૂર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવજીને શ્રાવણ મહિનો અતિ પ્રિય છે. ભોલેનાથ આમ પણ અત્યંત ભોળા હોય છે અને એક લોટો જળનો આપણે તેમને ચડાવીએ તો પણ આપણી પૂજા સ્વીકાર કરી લે છે. શ્રાવણ મહિનામાં સોમવારનું ખુબ મહત્વ છે. કહેવાય છે કે સોમવારનું વ્રત કરવાથી ભગવાન શિવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. પહેલો સોમવાર ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. એવું કહેવાય છે કે આ દિવસે શિવની પૂજા કરવાથી ભગવાન બધી તકલીફો દૂર કરે છે. 


બીજા સોમવાર માટે એવું કહેવાય છે કે શિવની પૂજા  અર્ચના કરવાથી શિવભક્તોનું સ્વાસ્થ્ય સારું રહે છે. ત્રીજા સોમવારે શિવના મંત્રોનો જાપ કરવાથી સિદ્ધિ મળે છે. જ્યારે છેલ્લા અને ચોથા સોમવારે ભોલેનાથને ભજવાથી શત્રુઓ પર વિજય મેળવી શકાય છે. દરેક કાર્યમાં સફળતા મળે છે. 


શિવજીની પૂજા
આમ જોઈએ તો શિવજીને માત્ર જળ અર્પણ કરવામાં આવે છે. શિવલિંગ પર જળ અર્પણ કરીએ તેને જળાભિષેક કહે છે. પરંતુ જો તમે કોઈ ખાસ માગણી માટે પૂજા કરવા માંગતા હોવ તો તે મુજબ અલગ અલગ દ્રવ્ય પણ અર્પણ કરવામાં આવતું હોય છે. 


શ્રાવણ મહિનાના સોમવારે સ્નાન કર્યા બાદ મહાદેવના મંદિરે જઈને શુદ્ધ આસન પર બેસી શિવલિંગનો જળાભિષેક કરો. ત્યારબાદ 108 બિલ્વપત્ર પર શિવજીનું નામ લખી ચડાવો. શિવલિંગને દૂધ અર્પણ કરો અને અત્તર અને ધૂપ ચડાવો. ત્યારબાદ ગંગાજળથી અભિષેક કરો. જેમાં ગંગાજળ, શેરડીનો રસ, દૂધ, મધ પણ અર્પણ કરી શકાય છે.


પૈસાની તંગી અનુભવતા હોવ તો આ રીતે કરો પૂજા
પૈસાની તંગી અનુભવી રહ્યા હોય તો શ્રાવણ મહિનામાં પૈસાની તંગીથી મુક્તિ મળી શકે છે. શ્રાવણ મહિનામાં શક્ય હોય તો દરરોજ સવારે સ્નાન કરીને શિવમંદિરમાં મધ ભેળવી જળ અર્પણ કરવામાં આવે તો પૈસાની તંગી દૂર થાય છે અને આર્થિક સ્થિતિ સારી બને છે.


લગ્નજીવનમાં તકલીફ હોય તો...
જો તમારે લાંબા સમયથી લગ્નજીવનમાં તકલીફ હોય અથવા ખરાબ માહોલ હોય તો ભોલેનાથને મધ ભેળવેલુ જળ અર્પણ કરવું જોઈએ. બની શકે તો બન્ને પતિ-પત્ની સાથે મળીને શિવલિંગનો અભિષેક કરે.


વિદ્યાર્થીઓ આ રીતે કરે પૂજા
વિધાર્થીઓએ શ્રાવણ મહિનામાં ભગવાન શિવનું પૂજન દૂધ એન ખાંડથી કરવું જોઈએ. ભગવાન શિવની કૃપાથી ક્ષમતા અને જ્ઞાનમાં અપાર વૃદ્ધિ થશે અને તમે પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકશો.


લગ્નમાં અડચણ આવતી હોય તો...
જો તમારા લગ્નમાં કોઈ અડચણ હોય અથવા તમે પરિવારની પસંદગીથી જ લગ્ન કરવા માંગતા હોય છતાં પણ લગ્ન ના થતા હોય તો શ્રાવણ મહિનામાં ભોલેનાથની વિશેષ ઉપાસના કરવી જોઈએ. તમે શ્રાવણમાં દરેક સોમવારે ભગવાન ભોલેનાથને શેરડીના રસથી અભિષેક કરશો તો લાભ થશે.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube