Shri Suktam: ધનની જરૂરિયાત કઈ વ્યક્તિને ન હોય ? ગરીબ વ્યક્તિ પણ સતત પ્રયત્ન કરતો હોય અને પ્રાર્થના કરે કે તેની ગરીબી દૂર થઈ જાય. અમીર વ્યક્તિ વધારે અમીર બનવા માટે મહેનત કરે છે. ટૂંકમાં કહીએ તો પૈસો દરેક વ્યક્તિની જરૂરિયાત છે અને તેને પ્રાપ્ત કરવા માટે લોકો મહેનત કરવાની સાથે ભગવાનની પૂજા અર્ચના પણ કરે છે. ખાસ કરીને લોકો ધનના દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખાસ ઉપાયો પણ કરતા હોય છે. કારણ કે જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા હોય તે જ તેના જીવનમાં ધન પ્રાપ્ત કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: મંગળ બુધની યુતિથી 3 રાશિના લોકોનું બદલી જશે જીવન, જે કામ હાથમાં લેશો તેમાં થશો સફળ


ધનના દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે વિશેષ પૂજા અર્ચના અને વ્રત પણ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જો માતા લક્ષ્મીને ઝડપથી પ્રસન્ન કરવા હોય તો નિયમિત રીતે લક્ષ્મી સૂક્તનો પાઠ કરવો જોઈએ. નિયમિત રીતે લક્ષ્મી સૂક્તનો પાઠ કરવાથી માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિની દરિદ્રતા દૂર થાય છે. માતા લક્ષ્મી વૈભવ અને સુખ સમૃદ્ધિના દેવી છે જો તેમને પ્રસન્ન કરવા હોય તો નિયમિત રીતે આ ઉપાય કરી શકાય છે. નિયમિત રીતે શ્રી લક્ષ્મી સૂક્તનો પાઠ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે.


આ પણ વાંચો: Shaniwar ke Upay: શનિ દેવ જીવનમાં ક્યારેય નહીં કરે પરેશાન, દર શનિવારે કરો આ 4 કામ


સાત પેઢીની દરિદ્રતા થશે દુર


જ્યોતિષશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજા-પાઠની સાથે સંધ્યા સમયે શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. શ્રી સૂક્તનો પાઠ કરવાથી વ્યક્તિને જીવનમાં તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સંપન્નતા પ્રાપ્ત થાય છે.


શ્રી સૂક્તદેવી લક્ષ્મીની આરાધના કરવા માટેનો તેમને સમર્પિત મંત્ર છે. શ્રી સૂક્તને ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે. શ્રી સૂક્તમાં 15 ઋચાઓ અને મહાત્મ્ય સહિત સોળ ઋચાઓ છે. ઋગ્વેદમાં પણ લખવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ શ્રી સૂક્તનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરે છે અને માતા લક્ષ્મીની પૂજા કરે છે તેની સાત પેઢી સુધીમાં કોઈ નિર્ધન રહેતું નથી. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)