Sri Yantra Puja: આ વિધિથી કરવી જોઈએ શ્રી યંત્રની પૂજા, નિયમપૂર્વક પૂજા કરવાથી ધનથી છલોછલ રહે છે તિજોરી
Sri Yantra Puja: શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા થાય છે તેના જીવનમાં ધનની ખામી સર્જાતી નથી. ઘરમાં ધન ધાન્ય વધે તે માટે લોકો ઘરમાં શ્રી યંત્રની સ્થાપના કરતા હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રી યંત્ર માતા લક્ષ્મીને અતિપ્રિય છે અને તેને ઘરમાં સ્થાપિત કરી તેની પૂજા કરવાથી જીવનભર માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
Sri Yantra Puja: દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તેના ઉપર માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે. કારણ કે જેના ઉપર માતા લક્ષ્મીના આશીર્વાદ વરસતા હોય તેના જીવનમાં ધનની ખામી સર્જાતી નથી. લોકો ધન પ્રાપ્ત થાય તે માટે દિવસ રાત મહેનત કરે છે પરંતુ ઘણી વખત કિસ્મત સાથ આપતી નથી અને મહેનતનું ફળ મળતું નથી. જો તમે પણ મહેનત કરતા હોય અને તમને મહેનતનું ફળ મળતું ન હોય તો તમે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય કરી શકો છો. આ ઉપાય માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના છે.
આ પણ વાંચો: અનોખું ગામ, લોકો નથી સુઈ શકતા ખાટલા પર, ગામમાં ન મળે એક પણ મરઘી, કારણ છે ધાર્મિક
શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા થાય છે તેના જીવનમાં ધનની ખામી સર્જાતી નથી. ઘરમાં ધન ધાન્ય વધે તે માટે લોકો ઘરમાં શ્રી યંત્રની સ્થાપના કરતા હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રી યંત્ર માતા લક્ષ્મીને અતિપ્રિય છે અને તેને ઘરમાં સ્થાપિત કરી તેની પૂજા કરવાથી જીવનભર માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જોકે શ્રી યંત્રની પૂજાથી સકારાત્મક પરિણામ મેળવવા હોય તો કેટલાક નિયમોને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. આ નિયમ અનુસાર શ્રી યંત્રની પૂજા થાય તો તેનાથી સંપૂર્ણ ફળ મળે છે.
આ પણ વાંચો: આ 5 માંથી કોઈ એક ફૂલ માતા લક્ષ્મીને પૂજા દરમિયાન કરો અર્પણ, તિજોરી નહીં રહે ખાલી
કેવી રીતે સ્થાપિત કરવું શ્રી યંત્ર ?
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રી યંત્રને સ્થાપિત કરવા માટે લાલ રંગના કપડાનો ઉપયોગ કરવો. શ્રી યંત્રને પંચામૃતથી સ્નાન કરાવો ત્યાર પછી જ તેને મંદિરમાં સ્થાપિત કરો. કંકુ અને ચોખાથી શ્રી યંત્રની પૂજા કરો. ત્યાર પછી માતા લક્ષ્મીનું ધ્યાન કરીને " ઓમ મહાલક્ષ્મ્યૈ ચ વિદ્મહે વિષ્ણુ પત્ન્યૈ ચ ધીમહિ તન્નો લક્ષ્મી: પ્રચોદયાત્ " મંત્રનો જાપ કરો. સાથે જ રાતના સમયે શ્રી સૂક્તનો પાઠ કરો.
આ પણ વાંચો: 18 જાન્યુઆરીએ ધન રાશિમાં પ્રવેશ કરશે શુક્ર, આ 4 રાશિઓને થશે સૌથી વધુ અસર
આ વાતોને રાખો ધ્યાન
શ્રી યંત્રની સ્થાપના કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જેમ કે ઘરમાં શ્રી યંત્રને શુભ મુહૂર્તમાં જ સ્થાપિત કરવું. સાથે જ શ્રી યંત્રને યોગ્ય દિશામાં જ રાખવું જોઈએ. શ્રી યંત્ર રાખવા માટે ઘર કે ઓફિસની ઉત્તર પૂર્વ દિશા સૌથી શ્રેષ્ઠ છે. સાથે જ ધ્યાન રાખો કે જે વસ્ત્ર પર તમે શ્રી યંત્રની સ્થાપિત કરો છો તે ક્યારેય ખરાબ કે ફાટેલું ન હોય. શ્રી યંત્રને ઘરે લાવવાનો સૌથી સારો દિવસ શુક્રવારનો છે.
આ પણ વાંચો: Ram Mandir: અયોધ્યા સિવાય ભારતના આ રાજ્યોમાં આવેલા રામ મંદિર પણ છે પ્રખ્યાત
શ્રી યંત્રના ફાયદા
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રી યંત્રને ઘરની તિજોરી કે ઓફિસમાં રાખવાથી વિશેષ લાભ થાય છે. શ્રી યંત્રની પૂજા રોજ કરવી જોઈએ અને તેને લાલ ફુલ ચડાવવા જોઈએ. નિયમિત પૂજાથી વ્યક્તિને ઝડપથી લાભ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)