Grah Gochar: શુક્ર-બુધની કૃપાથી આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે, મકાન-કાર ખરીદીનું સપનું થશે સાચું!
Grah Gochar: વર્ષ 2025માં 4 જાન્યુઆરીના રોજ બુધ અને શુક્ર બન્ને ગ્રહો ગોચર કરશે, જેની 12 રાશિઓ પર ઊંડી અસર પડશે. ચાલો જાણીએ કે નવા વર્ષમાં કયા સમયે બુધ અને શુક્ર ગોચક કરશે. આ સાથે જ તમને તે ત્રણ રાશિઓ વિશે પણ જાણવા મળશે, જેમની કિસ્મત જલ્દી ચમકવા જઈ રહી છે.
Grah Gochar 2025: નવ ગ્રહોમાં શુક્ર અને બુધને શુભ ગ્રહ માનવામાં આવે છે. શુક્રને ઘન, લક્ઝરી લાઈફ, પ્રેમ અને ભૌતિક સુખ વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે બુધ બુદ્ધિ, તર્ક, વાણી અને ત્વચાના દાતા છે. જ્યારે પણ આ બન્ને ગ્રહોનું ગોચર થાય છે, તો તેનો શુભ પ્રભાવ ક્યાંક ને ક્યાંક માનવ જીવન પર પડે છે. જ્યાં કેટલાક લોકોના મુશ્કેલ સમયનો અંત આવે છે. તેમજ કેટલાક લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
વૈદિક પંચાંદ અનુસાર 4 જાન્યુઆરી 2025ના રોજ સવારે 4:47 વાગ્યે શુક્ર ગ્રહ શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે. શુક્રના ગોચર બાદ આ દિવસે બુધની ચાલ પણ બદલાશે. બુધ શનિવારે બપોરે 12:11 કલાકે ધનુ રાશિમાં ગોચર કરશે. આ બન્ને ગ્રહોનું ગોચર 12 રાશિઓ પર અસર કરશે. પરંતુ 12માંથી 3 રાશિઓ એવી છે જેને આ ગોચરથી વિશેષ લાભ મળશે. ચાલો જાણીએ તે રાશિઓ વિશે, જેમના જાતકો પર જાન્યુઆરી મહિનામાં બુધ અને શુક્ર એકસાથે મહેરબાન થશે.
શું તમને ખબર છે તમારા બર્થ ડેના દિવસે ચંદ્ર કેવો દેખાશે? નહીં તો જાતે જ જોઈ લો
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે નવું વર્ષ સારું રહેશે. ભાગ્ય મજબૂત હોવાના કારણે નોકરી કરતા લોકોનો પગાર વધી શકે છે. જે લોકોની પોતાની દુકાનો છે તેમના વેચાણમાં વધારો જોવા મળશે. વેચાણ વધવાની સાથે નફો પણ વધવાની શક્યતા છે. વેપારીનો મોટો સોદો પૂરો થશે, જેના કારણે વિદેશમાં પણ તેના વ્યાપારનો વિસ્તાર થઈ શકે છે. 30 વર્ષથી વધુ ઉંમરના લોકોનું સ્વાસ્થ્ય વર્ષ 2025માં સારું રહેશે.
વૃશ્ચિક રાશિ
જે લોકો મીડિયા, હેલ્થ અને શિક્ષણ સંબંધિત ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે તેઓ ટૂંક સમયમાં જીવનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે. કરિયરમાં સફળતા મળવાની સાથે સાથે પગાર વધવાના શુભ સમાચાર વૃશ્ચિક રાશિના જાતકોને જલ્દી મળી શકે છે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોનું સામાજિક વર્તુળ વધશે, જેના કારણે સમાજમાં તેઓનું નામ થશે. બિઝનેસમેનની કુંડળીમાં મકાન ખરીદવાની સંભાવના છે. વિવાહિત યુગલો માટે આવનારા કેટલાક દિવસો સુધી પારિવારિક જીવન ખુશહાલ રહેશે. તમે તમારા જીવનસાથી સાથે એક અઠવાડિયા માટે પ્રવાસ પર જઈ શકો છો.
ICCની મિટિંગ રખાઈ મોકૂફ... હવે આ તારીખે ચેમ્પિયન્સ ટ્રોફીના વિવાદ પર લાગશે વિરામ?
ધનુ રાશિ
શુક્ર અને બુધની કૃપાથી નવું વર્ષ ધનુ રાશિના જાતકોના હિતમાં રહેશે. નોકરી કરતા લોકો તેમના નામે કાર ખરીદી શકે છે. જૂના રોકાણથી દુકાનદારો અને બિઝનેસમેનને સારો નફો મળી શકે છે. જીવનસાથી સાથે સોનેરી ક્ષણો વિતાવવાની તક મળશે, જેનાથી માનસિક તણાવ ઓછો થશે. 2025માં ધનુ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. વૃદ્ધ લોકોને પેટ સંબંધિત કોઈ જૂની બીમારીથી રાહત મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)