50 વર્ષ બાદ જૂનમાં ગુરુ-શુક્રનો ઉદય, આ 3 રાશિવાળાને અણધાર્યો ધનલાભ કરાવશે, કરિયરમાં લાગશે ચાર ચાંદ
જૂનમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને ધન વૈભવના દાતા શુક્ર ઉદય થવા જઈ રહ્યા છે. જેનાથી કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ સાથે જ ધન દૌલતમાં વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ઉદય અને અસ્ત થાય છે. જેનો પ્રભાવ માનવજાતિ અને પૃથ્વી પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે જૂનમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને ધન વૈભવના દાતા શુક્ર ઉદય થવા જઈ રહ્યા છે. જેનાથી કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ સાથે જ ધન દૌલતમાં વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
વૃષભ રાશિ
તમારા માટે ગુરુ અને શુક્ર ગ્રહનું ઉદિત થવું લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ તમારી રાશિમાં તો શુક્ર ગ્રહ તમારા 12માં ભાવમાં ઉદિત થવા જઈ રહ્યા છે. આથી આ સમય દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભના યોગ બનશે. આ સાથે જ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સમય દરમિયાન તમે ધનનું સેવિંગ કરવામાં પણ સફળ રહેશો. કરિયર અને વેપારમાં તમને આર્થિક સફળતા મળશે અને તમારી તમામ યોજનાઓ સફળ થશે. જે લોકોનો વેપાર વિદેશ સાથે જોડાયેલો છે તેમનો સારો લાભ થશે. વેપારીઓને ફસાયેલું ધન પાછું મળી શકે છે.
સિંહ રાશિ
ગુરુ ગ્રહ અને શુક્ર ગ્રહનું ઉદિત થવું એ સિંહ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી કર્મ ભાવ પર તો શુક્ર ગ્રહ તમારી રાશિથી આવકના ભાવ પર ઉદિત થવા જઈ રહ્યા છે. આ સમય દરમિયાન તમને કામકાજમાં સારી એવી સફળતા મળશે. તમારી આવકમાં ખુબ વધારો થશે. નોકરીયાતોનું પ્રમોશન અટકેલું હશે તો આ સમય દરમિયાન તમને ખુશખબર મળી શકે છે. તમારા મિત્રો સાથે સંબંધો મધુર રહેશે. બેરોજગારોને નોકરીની નવી તકો મળશે. રોકાણથી લાભ થશે.
કર્ક રાશિ
ગુરુ અને શુક્ર ગ્રહનું ઉદિત થવું એ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી આવકના ભાવ પર તો શુક્ર ગ્રહ 12માં ભાવ પર ઉદય થશે. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં ખુબ વધારો થશે. કારોબારમાં સફળતા મળશે. અચાનક અટવાયેલું ધન પ્રાપ્ત તશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને કારોબાર સંલગ્ન યોજનાઓમાં તમને ધન કમાવવાની તકો મળશે. જે લોકો વેપારી છે તે કોઈ વ્યવસાયિક ડીલ ફાઈનલ કરી શકે છે. જેનાથી ભવિષ્યમાં લાભ થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube